8 કિમી પગપાળા ચાલવા છાત્રો મજબૂર, આમોદના કાંકરિયા ગામની ITIમાં 8 કિમી સુધી પગપાળા કરી અભ્યાસ કરવા આવવા છાત્રો મજબૂર
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં આવેલી આઈટીઆઈમાં અભ્યાસ માટે આવવા અને જવા માટે કોઈ વ્યવસ્થા નહીં હોય વિદ્યાર્થીઓ અંદાજીત 8 કિમિ ચાલતા અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ અથવા અન્ય કોઇ સુવિધા કરવાની માગ કરી રહ્યા છે.
વરસાદ હોય ગરમી હોય કે કમર સમા પાણી ભરાયાં હોય તેવામાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ચાલતા આમોદના કાંકરિયા ગામે આઇ ટી આઈ માં અભ્યાસ કરવા મજબુર બન્યા છે.આ આઈટીઆઈમાં અભ્યાસમાં કરવા આવતા વિદ્યાર્થિઓને સમયસર બસની ફાળવણી કરવામાં ન આવતા વિદ્યાર્થિઓ 8 કીલો મીટર ચાલવા આવી અને જઈ રહ્યા છે.દેશનું ભાવિ કેહવાતા વિદ્યાર્થિઓએ તંત્રને તાકીદે આમોદથી કાંકરિયા પૂરસા સુઘી બસની ફાળવણી કરવા અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર એગ્રી કલ્ચર તેમજ ઈન્ડસ્ટ્રીઝમાં વિદ્યાર્થી લોકોને સરળતાથી રોજગાર મળી રહે તે હેતુસર પગલા ભરી રહી છે.ત્યારે આમોદનાં કાંકરિયા ખાતે બનાવવામાં આવેલી આઈટીઆઈ બન્યાં કેટલા સમય બાદ પણ તંત્ર દ્વારા બસની સુવિધાના નામે મીંડું જોવાં મડી રહયુ છે જેને લઇ વિદ્યાર્થિઓ સરકાર અને ડેપો મેનેજરને જવા અને આવવા બસ મુકવા માટે વિનંતી કરી રહ્યા છે. ત્યારે તંત્ર પણ તાકીદે આઈટીઆઈ માં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થિઓની માંગ પુરી કરે તેવી અપીલ કરી રહ્યા છે.
જબુંસર ડેપો મેનેજરની હાલ માજ બદલી થઈ હોય આ બાબતે એટીઆઈ સાદીક પટેલ સાથે બસ માટે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,આ રૂટની બસ સવારે રેગ્યુલર અને નિયત સમયે આવ જાવ કરે છે. જો કદાચ આગળથી બસ મોડી પડે તો જ સમયમાં ફેરફાર થતો હોવાનું જણાવ્યું હતું.