ANAND CITY / TALUKOGUJARAT

ચંચલદિપ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જ્ઞાન અપાવાયુ

ચંચલદિપ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જ્ઞાન અપાવાયુ

તાહિર મેમણ : આણંદ – 26-06-2024- વિદ્યાર્થીઓને ડેન્ટલ ક્લિનિકની માહિતીપ્રત મુલાકાત કરાવાઈ
ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની હાઇસ્કુલ શ્રી ચંચલ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓને ઉંદેલ મુકામે આવેલા નિખાર ડેન્ટલ ક્લિનિક ની મુલાકાત કરાવાઈ હતી. જ્યાં વિદ્યાર્થીઓને ડોક્ટર હર્ષ પટેલ દ્વારા બાળકોના દાંતના સ્વાસ્થ્ય સંબંધિત સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. દાંતને કેવી રીતે સાફ રાખવા અને કેવી રીતે બ્રશ કરવું તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને દાંતના એક્સ-રે મશીનની એક્સ રે લેવાની તદ્દન આધુનિક ટેકનોલોજી સંબંધિત તમામ માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઘણી બધી માહિતી મેળવી અને તેનું અમલીકરણ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. વિદ્યાર્થીઓએ પણ ઘણી બધી પ્રશ્નોત્તરી કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભણવા સાથે પ્રેક્ટીકલી જ્ઞાન મેળવવાથી વિદ્યાર્થીઓને વધુ સારી સમજ પડે છે. તે સૂત્રને સાર્થક કર્યું હતું.
શાળાના આચાર્ય શ્રી એ જણાવ્યું હતું કે અભ્યાસ સાથે પ્રેક્ટીકલી જ્ઞાન ખૂબજ અગત્યનું છે. જેથી બાળક અભ્યાસ પ્રત્યે રુચિ કેળવે. વિધાર્થીઓએ તથા શિક્ષીકા સહાના બેને ઉંદેલ નિખાર ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર હર્ષ પટેલનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button