MORBI:મોરબી નગરપાલિકા ભ્રષ્ટાચાર નો મધપુડો!૭૦૦ થેલી સિમેન્ટ નો ગોટાળો!કોણ બચાવી રહ્યું છે આવા ભ્રષ્ટાચારીઓને?

MORBI:મોરબી નગરપાલિકા ભ્રષ્ટાચાર નો મધપુડો!૭૦૦ થેલી સિમેન્ટ નો ગોટાળો!કોણ બચાવી રહ્યું છે આવા ભ્રષ્ટાચારીઓને?
રીપોર્ટ શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી નગરપાલિકામાં છેલ્લા દશેક વર્ષથી બેફામ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલી રહી છે. તેને બચાવવા માટે કેટલાક રાજકીય આકાઓ સતત મહેનત કરી રહ્યા છે. ત્યારે મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે અત્યારે આવા થયેલા કૌભાંડોને ઉઘાડા પાડવાના બદલે તેમને ઢાંકવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને હાલના મહાનગરપાલિકાનાં જવાબદાર અધિકારીઓ અમારા કાર્યક્ષેત્ર પહેલાનું છે તેવા બહાના કાઢે છે. જો થોડી ઘણી નીતિમતા હોય તો મહાનગરપાલિકા બન્યા પછી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ની જે અરજીઓ આવી છે તે તમામની તપાસ કરી પ્રમાણીક રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં જાણ કરે. હાલ વાત કરવી છે વિકાસ કામો માટે ખરીદ કરેલી સિમેન્ટની થેલીઓની જેમાં ૪૦૦ જેટલી થેલી મહાનગરપાલિકાનાં પટાંગણમાં જ પલરીને ગઠ્ઠા બની ગયા છે જે કોઈ કામમાં આવી શકે નહીં! ત્યારબાદ કોંગ્રેસના યુવા આગેવાને મુખ્યમંત્રી આવાસ યોજનામાં બનાવેલા આવાસો માથી ૩૦૦ જેટલી સિમેન્ટની થેલીઓ બગડીને ગઠ્ઠા બની ગઇ છે તેનો પર્દાફાશ કર્યો છે. મોરબી શહેરની ડીઝાઈન બગાડવામાં ભૂતકાળમાં ડોકિયું કરીએ તો મોરબી નગરપાલિકા એ ગ્રેડ ની હતી તેમાં ચીફ ઓફિસર શૈક્ષણિક લાયકાત નાયબ કલેકટર જેટલી હોવી જોઈએ પણ આવી કોઈ લાયકાત નહોતી. ત્રીજા વર્ગના કર્મચારીઓ હોવા છતાં તેમની એ ગ્રેડ ની નગરપાલિકામાં નિમણૂંક કરવામાં આવી. જેમણે અનેક કૌભાંડો કરી પોતાની અંગત કમાણી કરી છે તો અને કોણ બચાવી રહ્યું છે? તેનો કોણે ગેરલાભ ઉઠાવ્યો છે! આવા રાજકીય આકાઓ ને ખુલ્લા પાડવાનો સમય હવે પાકી ગયો છે. ત્યાર નો આ વિવાદી અધિકારી હાલમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અને કૌભાંડમાં સંડોવાયેલા હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થઇ રહ્યા છે. ત્યારે વાત કરવી છે. હાલનાં સિમેન્ટ કૌભાંડની જેમાં ૪૦૦ થેલી સિમેન્ટ નગરપાલિકાના પટાંગણમાં જ ગઠ્ઠા બની ગઈ છે તે કોઈ ઉપયોગમાં આવે એમ નથી ત્યારે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ૩૦૦ જેટલી સિમેન્ટ ની થેલીઓ એક બંધ દુકાન માં સંઘરીને પડી હતી જે હાલમાં કોઈ ઉપયોગ ન આવે તે રીતે ગઠ્ઠા બની ગયા છે જેનો મોરબી યુવા કોંગ્રેસના આગેવાન દ્વારા પર્દાફાશ થયો છે. ૩૦૦ જેટલી સિમેન્ટની થેલી બગડી ગઈ છે જે અણ આવડત નો ઉતમ નમુનો છે. વહીવટ કર્યો છે જેણે જાણી જોઈને કર્યો છે. આવા સિમેન્ટના ખરીદીના બિલ ચૂકવનાર અને ખરીદીની ભલામણ કરનાર સામે ગુના દાખલ થવા જોઈએ. જ્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ આવી માંગણી કરી છે. અહીં એવા જણાવી દઈએ કે પહેલા ૪૦૦ થેલી સિમેન્ટના કૌભાંડનું કોંગ્રેસે પર્દાફાશ કર્યું છે જે અંગે તપાસ કરવા કમિશનરે સમિતિની રચના કરી છે હજી તેનો રિપોર્ટ તૈયાર થયો નથી ત્યાં આ બીજી ૩૦૦ થેલીનું બગડી જવાનો પર્દાફાશ થયો છે તો હવે આવા જવાબદારો સામે કમિશનર શું પગલાં લેશે તે જોવું રહ્યું?









