ટીંબાગામ પ્રા.શાળા ના વિદ્યાર્થીઓએ કુદરતી ખેતીના માટે વિવિધ ખાતર અને જંતુનાશક દ્રવ્યો શાળા કક્ષાએ તૈયાર કર્યા
તારીખ ૨૩/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા તાલુકાની ટીંબા ગામ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ કુદરતી ખેતી પર પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. ત્યારે રજાના દિવસે શાળાના ૩૫ જેટલા ખેડૂત પુત્રો (વિદ્યાર્થીઓ )અને માર્ગદર્શક શિક્ષક રઘુભાઈ ભરવાડ દ્વારા કુદરતી જંતુનાશક બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અને દશપર્ણ અર્ક જેવા પ્રવાહી જંતુનાશક તૈયાર કરવામાં આવ્યા છે અને ૧૫૦ લીટર જંતુનાશક દ્રવ્યને ગામના ખેડૂતો સુધી પહોંચાડીને ખેતીમાં તેનો છંટકાવ કરી પહેલા ખેડૂતો જાતે અનુભવ કરે. ત્યારબાદ કુદરતી ખેતી ગામમાં થાય એવું અભિયાન આ ટીમ દ્વારા થઈ રહ્યું છે.રાસાયણિક ખાતર અને જંતુનાશક ની આડ અસરો આપણે સૌ જાણીએ છીએ. કુદરતી તત્વો દ્વારા જ ઉત્તમ ખેતી કેવી રીતે થાય એ વિષય પર વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે . વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ જંતુનાશક દ્રવ્યો ગામના ખેડૂતો ઉપયોગ કરે અને કુદરતી ખેતીના પરિણામો અને ખેડૂતોના અભિપ્રાય મેળવી આ ટીમ આગળ પ્રોજેક્ટ કરવાનું વિચારી રહી છે.