BANASKANTHAGUJARATPALANPUR

વડગામ પ્રા.શાળાના વિધાર્થીઓ એ વેસ્ટ માંથી બેસ્ટ કરી પ્રેરણાદાયી કાયૅ કર્યું

13 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ પ્રા.શાળાના વિધાર્થીઓ એ વેસ્ટ માંથી બેસ્ટ કરી
પ્રેરણાદાયી કાયૅ કર્યું.વડગામ પ્રાથમિક શાળા ની વિધાર્થીઓએ વેસ્ટ કાગળ માં થી વોલપીસ બનાવ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા મથક વડગામ વરવાડીયા રોડ તરફ આવેલ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા (વડગામ પ્રાથમિક શાળા નંબર -3 ), માં અભ્યાસ કરતી બાળાઓએ શાળા ની ઈતર પ્રવૃત્તિઓ વિષય અન્વયે વેસ્ટ કાગળ માં થી વોલપીસ બનાવ્યા હતા. નાની બાળાઓ ના કૌશલ્ય ને આચાર્ય એલ.યુ.ચૌધરી સહિત તમામ શિક્ષકોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!