BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ SOGની ટીમે સીગરેટના ચાર ઠેલા, લેપટોપ, બેટરી, આઈફોન, વિદેશી ચલણ સાથે રૂ.15.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિને ઝડપ્યા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ SOG પોલીસે ઈન્ટરનેશનલ સિગરેટ સ્મગલિંગના રકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સિગરેટના ચાર ઠેલા, લેપટોપ,18 બેટરી, બે આઈફોન પ્રો 16 અને વિદેશી ચલણ સાથે કુલ રૂ.15.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે એક મહિલા અને એક વ્યક્તિની અટકાયત કરીને આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો છે.

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા, ભરૂચનાઓ તરફથી ભરુચ જિલ્લામાં ગેરકાયદેસર સિગારેટ તથા તમાકુના ઉત્પાદનનો વેપાર કરતા અટકે અને યુવાધન નશાના રવાડે ના ચડે જેથી સિગારેટનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા આદેશ આપ્યા હતાં. જે અનુસંધાને એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયા સાથે તેમની ટીમે કામગીરી હાથ ધરી હતી. આ સમય દરમિયાન એસ.ઓ.જી.ટીમના અ.હે.કો.જયેન્દ્ર હસમુખભાઇને માહિતી મળી હતી કે, અમદાવાદ તરફથી સફેદ કલરની અર્ટીગા ગાડી નં-GJ-31-T- 6057 માં સિગારેટનો જથ્થો તથા શંકાસ્પદ વસ્તુઓ લઇ મુંબઇ ખાતે જનાર છે.

આ માહિતીના આધારે ટીમે નેશનલ હાઇવે નં-48 ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા ખાતે નં-GJ-31 -T-6057 આર્ટિગા ગાડી આવતા તેને રોકી ચેક કરતા આ કામે પકડાયેલા આરોપી મહેરૂઝ સુલેમાન કુરેશી તથા હીના મહેરૂઝ સુલેમાન કુરેશી અને નહી પકડાયેલો આરોપી અબ્દુલ્લા સાથે મળી ભારત સરકાર સાથે ઠગાઇના ઇરાદે તથા એક્સાઇઝ ડયુટી ભરવી ન પડે તે હેતુથી ગેરકાયદેસર રીતે પકડાયેલા કાળા કલરના થેલા નંગ-04 માં કુલ-5900 સીગારેટ ડબ્બી તથા ડેલ કંપનીના લેપટોપ નંગ-04 તથા ડેલ કંપનીની બેટરી નંગ-18 તથા ડેલ કંપનીની નાની બેટરી નંગ-02 તથા ગોલ્ડન કલરના બે સેમકાર્ડ વગરના 02 આઈફોન 16 પ્રો મોબાઇલ અને ભારતીય ચલણની 500 ના દરની 09 નોટ તથા વિદેશી ચલણ “દિરહમ” દસના દરની 02 નોટ તથા 100 ના દરની 02 નોટ મળી કુલ- રૂ.15,19,650 નો મુદ્દામાલ કબ્જે કરી ભારતમાં ઘુસાડતા મુદ્દામાલ સાથે પકડાય ગયા હતા.

આરોપીઓ એક્સસાઈઝ ડ્યુટી ચોરી મુંબઈ જતા હતા આ કામના આરોપીઓ ભારત સરકારની એક્સાઇઝ ડયુટી ચોરી કરી અમદાવાદ એરપોર્ટ પર ઇમીગ્રેશન સિક્યુરીટીમાં પકડાઇ ન જવાય તે પ્રકારની તરકીબ અજમાવી દુબઇ ખાતે જઇ ગેરકાયદેસર સિગારેટનો જથ્થો તેમજ ડેલ કંપનીના લેપટોપ,બેટરી, I-Phone 16 Pro મોબાઇલ ફોન વિગેરે લઇ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી મુંબઇ ખાતે રહેતા અબ્દુલ્લા નામના ઈસમને આપવા જતાં પકડાઈ ગયા હતાં.

Back to top button
error: Content is protected !!