GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરના સુવ્યવસ્થિત આયોજન માટે શહેરના પ્રબુધ્ધ નાગરિકો તરફથી સૂચનો આવકાર્ય

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનું દરજ્જુ મળ્યા બાદ પ્રથમ વખત નવું બજેટ બનાવવામા આવનાર છે. સુવ્યવસ્થિત આયોજન માટે નવસારી શહેરના પ્રબુધ્ધ નાગરિકોના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે.

નવસારી મહાનગરપાલિકા પાસે પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકાનું સને ૨૦૨૫-૨૬ ના વર્ષનું બજેટ બનાવવામા આવનાર છે. માનનીય કમિશ્નરશ્રીદ્વારા મહાનગરના સુવ્યવસ્થિત આયોજન માટે નવસારી શહેરના પ્રબુધ્ધ નાગરિકો તરફથી સુચનો મંગાવવામા આવે છે. જે માટે આપના સુચનો નવસારી મહાનગરપાલિકાને લેખિતમાં તથા મહાનગરપાલિકાના ઈ-મેલ mcnmc2025@gmail.com ઉપર આપના સુચનો તા.૨૨/૦૧/૨૦૨૫ સુધી મોકલવા માટે વિનંતી છે.

Back to top button
error: Content is protected !!