BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ:ભરૂચ પોલીસે સમયસૂચકતા દાખવી કિશોરી અને મહિલાને બચાવ્યાં, બંનેને કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપ્યાં

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બે અલગ-અલગ પ્રયાસને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. સી ડિવિઝન પોલીસને મળેલી માહિતી મુજબ એક કિશોરી કાળા રંગનું ફ્રોક પહેરીને બ્રિજ પરથી કૂદવા આવી હતી. પીઆઈ વી.આર.ભરવાડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કિશોરીને બચાવી લીધી. પૂછપરછમાં જાણવા મળ્યું કે દાદીમાના ઠપકાથી નારાજ થઈને તેણે આ પગલું ભરવાનો વિચાર કર્યો હતો.
બીજા બનાવમાં, આછા વાદળી રંગનું ટી-શર્ટ અને જીન્સ પહેરેલી એક મહિલાને પણ બ્રિજ પરથી કૂદતા અટકાવવામાં આવી. પતિ સાથે છૂટાછેડા લીધા બાદ એકલવાયા જીવનથી કંટાળીને તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને કેસમાં સમયસૂચકતા દાખવીને જીવ બચાવ્યા. બંને વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરાવ્યા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના અનેક બનાવો બની ચૂક્યા છે, જેના કારણે આ બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે.

Back to top button
error: Content is protected !!