GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી) ના વવાણીયા ગામે મકાન ભાડે આપી, ભડુઆતની વિગતો પોલીસ મથકમાં ન આપી અને ભાડા-કરાર ન કરનાર મકાન-માલીક વિરુદ્ધ કાર્યવાહી.

MALIYA (Miyana):માળીયા(મી) ના વવાણીયા ગામે મકાન ભાડે આપી, ભડુઆતની વિગતો પોલીસ મથકમાં ન આપી અને ભાડા-કરાર ન કરનાર મકાન-માલીક વિરુદ્ધ કાર્યવાહી.
માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે એલસીબી પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે લાખાભાઈ વિરડાના મકાને રેઇડ કરવામાં આવી હતી, આ મકાનમાંથી વિદેશી દારૂની ૨૩૨ બોટલનો મુદ્દામાલ પકડી લેવામાં આબયો હતો, ત્યારે પોલીસ તપાસમાં આ મકાન સાગર ઉર્ફે ઠુઠો સવસેટા નામના ઇસમે ભાડે રાખ્યું હોય પરંતુ મકાન-માલીક લાખાભાઈ હીરાભાઈ વીરડાએ ભાડે મકાન રાખનારના કોઈ આધાર પુરાવા કે ભાડુઆત સંબંધી કોઈ જાણ માળીયા(મુ) પોલુસમાં ન કરી હોય તેમજ ભાડા-કરાર પણ ન કરેલ હોય જેથી પોલીસે આરોપી લાખાભાઈ હીરાભાઈ વીરડા રહે હાલ રહે.મોરબી વાવડી રોડ રામપાર્ક વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.