SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Rape : યુવક દ્વારા માસૂમ ચાર વર્ષની બાળકી જોડે દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ

સુરતના પાંડેસરા વિસ્તારમાં પાડોશી યુવક દ્વારા માસૂમ ચાર વર્ષની બાળકી જોડે દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ કરાતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી મૂળ ઓરિસ્સાનો વતની છે અને એક સંતાનનો પિતા છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં માસુમ ચાર વર્ષની બાળકી પિંખાતા બચી છે. પાડોશમાં જ રહેતા રંજન ઉર્ફે વિશાલ નામના શખ્સ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરી મારપીટ કરવામાં આવી હતી. સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા આશાપુરી સોસાયટીમાં રહેતા પરિવારની માસુમ ચાર વર્ષની બાળકી ઘર નજીકથી રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા બાળકીની ભારે શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ બાળકીનો ક્યાંય પતો લાગ્યો ન હતો. માસુમ ચાર વર્ષની બાળકી પાડોશમાં રહેતા મૂળ ઓરિસ્સાવાસી રંજન ઉર્ફે વિશાલના ત્યાં વારંવાર રમવા માટે જતી હતી. જેની જાણ પરિવારને હતી. જેથી પરિવારજનો દ્વારા રંજન ઉર્ફે વિશાલના ઘરે તપાસ કરતા માસુમ ચાર વર્ષની બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી. માસુમ બાળકી જોડે કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકાના પગલે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા ઝડપી પાડવામાં આવેલા નરાધમને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

આરોપીની પૂછપરછમાં પોતે માસુમ બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ કરી તેણી જોડે મારપીટ કરવામાં આવી હોવાની કબુલાત આરોપીએ કરી હતી. બીજી તરફ માસુમ બાળકીને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી મૂળ ઓરિસ્સાનો વતની છે અને તેણે સંતાનમાં એક બાળક પણ છે. હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!