SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Surat :કિશોરીની છેડતી કરતા ધરપકડ:વેસુમાં જાવેદ હબીબ સેલુનના કર્મચારી શાહરૂખે કિશોરીની છેડતી કરતા ધરપકડ

વાત્સલ્યમ્ સમાચાર

ધામેલીયા કલ્પેશ-સુરત

 

24 વર્ષીય આરોપી મુળ યુપીના મુરાદાબાદનો અને અપરિણીત છે

કિશોરી માતા સાથે વાળ કપાવવા અને ફેસિયલ કરાવવા આવી હતી

વેસુમાં જાવેદ હબીબ સેલુનમાં વાળ કપાવવા અને ફેસિયલ કરાવવા આવેલી 17 વર્ષની કિશોરી સાથે હેર સેલુનના કર્મચારીએ અડપલા કરી છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરીની માતા હેર સેલુનમાં બેઠી હતી. એ સમયે આરોપીએ પાર્ટીશનની બાજુમાં બેસાડી કિશોરી સાથે અડપલા કર્યા હતા.

કિશોરી ગભરાઇ જતા ઘરે આવી માતાને આ બાબતે વાત કરી હતી. પછી માતાએ દીકરીને હિમ્મત આપી હતી. વેસુ પોલીસમાં માતાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે જાવેદ હબીબ સેલુનના કર્મચારી શાહરુખ ઉર્ફે મોહંમદ રિયાઝ હસમતુલ્લા શાહ (24) (મૂળ રહે, રાજીપુરકલા, મુરાદાબાદ, યુપી)ની સામે છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

વેસુ વીઆઇપી રોડ પર શિવકાર્તિક એન્કલેવ શોપિંગ સેન્ટરમાં જાવેદ હબીબ સેલુન આવેલું છે અને હવસખોર શાહરુખ ઉર્ફે મોહંમદ શાહ ત્યાં જ રહેતો હતો. સૌથી ચોંકાવનારી હકીકતો એવી છે કે હેર સેલુનમાં લેડીઝ રાખવામાં આવી નથી. જયારે સેલુન લેડીઝ અને જેન્ટસ બન્ને આવતા હતા. આરોપી શાહરુખ ઉર્ફે મોહંમદ અઢી વર્ષથી હેર સેલુનમાં કામ કરતો હતો.

રવિવારે બપોરે માતા સાથે સગીર પુત્રી પહેલીવાર સેલુનમાં વાળ કપાવવા અને ફેસિયલ કરવા માટે ગઈ હતી. માતા સેલુનમાં બેઠી હતી તે વખતે કર્મચારીએ સગીરાની સાથે શારીરિક અપડલા કર્યા હતા. જે તે વખતે સગીરા ગભરાય ગઈ હતી.જેના કારણે સેલુનમાં માતાને વાત કરી ન હતી. ઘરે આવી માતાને આ બાબતે વાત કરી હતી. આરોપી શાહરુખ શાહ અપરિણીત છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!