SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Surat :સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાયમંડ બુર્સની મુલાકાતે પહોંચ્યા, 17મી ડિસેમ્બરે વડાપ્રધાન કરશે ઉદઘાટન..

વાત્સલ્યમ્ સમાચાર

ધામેલીયા કલ્પેશ-સુરત

 

ડાયમંડ નગરી સુરતમાં 3400 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગ માટેનું એક ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન’ હશે. દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ધરાવતા આ કેમ્સપની મુલાકાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યાં હતાં. તેમણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, આગામી 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદઘાટન થવાનું છે.

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજરોજ તા.6 નવેમ્બરને સોમવારે ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે સુરત ડાયમંડ બુર્સ એકલા સુરતનું જ નહીં પણ ગુજરાત માટે ગૌરવપ્રદ નજરાણું છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરત ડાયમંડ બુર્સની ઇમારત અને તેની સંચાલન વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્થાનિક અધિકારીઓએ પણ સુરત ડાયમંડ બુર્સની ભવ્યતાને ભારોભાર વખાણી હતી.

 

આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીએ આગામી તા.17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થનારા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન સમારોહની પહેલી આમંત્રણ પત્રિકા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!