SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Surat :ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં બોલ્યો, ‘હવે મારે કોઈ ગુનો નથી કરવો

વાત્સલ્યમ્ સમાચાર

ધામેલીયા કલ્પેશ-સુરત

 

સુરતમાં ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં બોલ્યો, ‘હવે મારે કોઈ ગુનો નથી કરવો’

 

હાલ દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે અને સુરત શહેરમાં કોઈ અઘટીત ઘટનાના બને તે માટે સુરત શહેર પોલીસ તેના માટે કટિબદ્ધ છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા 1 હજાર જેટલા આરોપીઓની આજ રોજ સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓના હાલના રહેઠાણ,કામકાજ, સહિત તમામ પ્રકારની ગતિવિધિઓ અંગેની જાણકારી મેળવવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીઓ ગુનાખોરી નો માર્ગ છોડી યોગ્ય માર્ગ અપનાવે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આરોપીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અલ્યુમિનિયનો ચોરી ભંગાર ખરીદી કરી ગુનો આચરનાર આરોપી રડતાં રડતાં બોલ્યો હતો કે હવે મારે કોઈ જ ગુનો જાણતા અજાણતા કરવો નથી.

 

સુરત શહેરમાં ગુનાખોરી અટકે અને ગુનાખોરીના રવાડે ચઢેલા આરોપીઓ યોગ્ય માર્ગ અપનાવે તે માટેની પહેલ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કરવામાં આવી છે. હાલ દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરત શહેરમાં બનતી ગુનાખોરીને અટકાવવા પોલીસ દ્વારા આજરોજ ભૂતકાળમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. સુરત શહેરના 36 પોલીસ સ્ટેશનોના અંદાજિત 1000 જેટલા આરોપીઓને એક જ સ્થળે ભેગા કરી આ પરેડ કરવામાં આવી હતી.

 

સુરત શહેર પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની હાલની ગતિવિધિઓ,રહેઠાણના સરનામાં,કામકાજના સ્થળની વિગતો મેળવવામાં આવી હતી. એટલું નહીં પરંતુ આ આરોપીઓ ગુનાખોરી છોડી યોગ્ય માર્ગ અપનાવે તે માટે પોલીસ કમિશનર અજય પરમાર દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આરોપીઓને માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું હતું કે,યોગ્ય માર્ગ પર ચાલવામાં ખુશી અને આનંદ મળે છે.ભગવાન આરોપીઓને યોગ્ય માર્ગ બતાવવામાં મદદ કરે તેવી પ્રાર્થના છે.યોગ્ય માર્ગ પર ચાલનારા લોકોને પોલીસ સંપૂર્ણ સહકાર આપશે.જે આરોપીઓ સુધરવા માંગતા હોય તેવા લોકોને અમે પુરી રીતે મદદ કરવા તૈયાર છે.

 

ભૂતકાળમાં 35 જેટલા ચેન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલા આરોપી આકાશ ભામરેએ જણાવ્યું હતું કે, ગુનાખોરીના માર્ગ પર કઈ હાંસલ થતું નથી. ગુનાખોરી કર્યા બાદ પરિવારથી દૂર રહેવું પડે છે. જેના કારણે પરિવારના સભ્યો પણ દુઃખી થાય છે. ભૂતકાળમાં કરેલી ભૂલનો પસ્તાવો છે. જે ભૂલને ધીરે ધીરે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. 35 જેટલા મોબાઈલ અને ચેન સ્નેચિંગ ગુનામાં પોલીસના હાથે ઝડપાયા બાદ કરેલી ભૂલનો મોટો પસ્તાવો થયો છે. પરંતુ હવે ધીરે ધીરે સાચા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

 

35 પૈકીના મોટાભાગના ગુનામાં પોલીસની મદદથી સમાધાનનો માર્ગ મળ્યો છે. જ્યારે અન્ય ગુના હાલ સમાધાન તરફ છે. અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મિત્રોની સંગતથી પણ હાલ દૂર છું. ગુનાખોરીનો માર્ગ છોડી સાચો માર્ગ અપનાવ્યા બાદ આજે ડીજેના ધંધા સાથે સંકળાયેલો છે.જ્યાં ગુણખોરી કર્યા બાદ જેલ અને પસ્તાવા સિવાય કઈ હાંસલ થતું નથી. જેથી ગુનાખોરીનો માર્ગ અયોગ્ય છે.આ સિવાય અન્ય આરોપીઓએ પણ પોતે કરેલા ગુનાનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો. જ્યાં કેટલાક આરોપીઓએ હવે ગુનાખોરી છોડી સુધરવાનો પણ સંકલ્પ નીર્ધાર કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!