સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરએ જનસેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું
કલેક્ટરએ અરજદારો સાથે સીધો સંવાદ કરી વહીવટી પારદર્શિતાની સમીક્ષા કરી; ‘વન ડે ગવર્નન્સ’ હેઠળ પડતર અરજીઓનો તાકીદે નિકાલ કરવા સુચના અપાઈ

તા.01/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
કલેક્ટરએ અરજદારો સાથે સીધો સંવાદ કરી વહીવટી પારદર્શિતાની સમીક્ષા કરી; ‘વન ડે ગવર્નન્સ’ હેઠળ પડતર અરજીઓનો તાકીદે નિકાલ કરવા સુચના અપાઈ, ઉનાળાની ગરમીને ધ્યાને રાખી અરજદારો માટે પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ, ગુજરાત સ્થાપના દિવસને ‘સેવા દિન’ તરીકે ઉજવવાના રાજ્ય સરકારના અભિગમને સાર્થક કરવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી કલેક્ટરએ કેન્દ્રની વિવિધ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી નાગરિકોને મળતી સેવાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી વહીવટીતંત્રને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી તેમણે અરજદારો સાથે સીધો સંવાદ કરી, તેમની રજૂઆતો સાંભળી હતી અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી મુલાકાત દરમિયાન કલેક્ટરએ જણાવ્યું હતું કે, આજે ૧લી મે ૨૦૨૬, ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે નાગરિકોની સુવિધા માટે આજે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી તમામ જનસેવા કેન્દ્રો અને તાલુકા કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં લોક પ્રશ્નોના નિરાકરણનું આયોજન કરાયું છે આ અભિયાન અંતર્ગત હું પોતે કલેક્ટર તરીકે અહીં હાજર છું જ્યારે પેટા વિભાગીય કચેરીઓમાં પ્રાંત અધિકારીઓ અને તાલુકા કચેરીઓમાં મામલતદારઓ રૂબરૂ હાજર રહી અરજદારોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી રહ્યા છે કલેક્ટરએ વધુમાં ‘વન ડે ગવર્નન્સ’ પર ભાર મૂકતા સૂચના આપી હતી કે, સેવા દિન નિમિત્તે આવતી તમામ નવી અને પડતર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવે. ખાસ કરીને એટીવીટી (ATVT) હેઠળના દાખલાઓ અને પ્રમાણપત્રોની કામગીરીમાં ઝડપ લાવવા જણાવ્યું હતું આ સાથે જ ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને જનસેવા કેન્દ્રો પર આવતા નાગરિકો માટે પીવાનું ઠંડું પાણી અને છાંયડા જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા રાજ્ય સરકારની ‘સુગમ ડિજિટલ સેવા’ અંગે માહિતી આપતા કલેક્ટરએ ઉમેર્યું હતું કે, અમે આ ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા વિશેષ ભાર મૂક્યો છે જેથી નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન દ્વારા વિવિધ સરકારી સેવાઓ મેળવી શકે આ માટે દરેક જનસેવા કેન્દ્રો પર વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે કોઈપણ નાગરિકને બિનજરૂરી વિલંબ ન થાય અને તેમને સંતોષકારક પ્રતિસાદ મળે તે જોવાની જવાબદારી દરેક કર્મચારીની છે આમ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાપના દિવસને સાચા અર્થમાં ‘સેવા દિવસ’ તરીકે ઉજવી પ્રજાભિમુખ શાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.





