GUJARATLAKHTARSURENDRANAGAR

સુરેન્દ્રનગર LCB પોલીસે વણા ગામે ઓરડીમાંથી વિદેશી દારૂ તેમજ બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.

વિદેશી દારૂની બોટલો નંગ 99 તથા બીયર ટીન નંગ 81 તથા દેશી દારૂ લીટર 10 તથા અખાધ્ય ગોળ 80 કીલો એમ કુલ કી.રૂ. 5,6060 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 99 તથા બીયર ટીન નંગ 81 તથા દેશી દારૂ લીટર 10 તથા અખાધ્ય ગોળ 80 કીલો એમ કુલ કી.રૂ. 5,6060 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે જે જાડેજા સાહેબે એલસીબી ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી દારૂ તથા જુગારના કેસો અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન કરેલ જે અન્વયે એલસીબી ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે એલસીબી ના પીઆઇ જે જે જાડેજા, પીએસઆઇ જે વાય પઠાણ, એએસઆઈ રામદેવસિંહ ઝાલા, ગોપાલસિંહ ઝાલા, સાહિલભાઇ, શકિતસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા લખતર તાલુકાના વણા ગામે તળાવની પાળ સામે મુળરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઇના કબ્જા ભોગવટા વાળા ડેલામાં રેઇડ કરી ડેલામાં ઓરડીમાં સંતાડેલ ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો વિદેશી દારૂ જેમાં એઇટ પી.એમ. સ્પેશ્યલ રેર વ્હીસ્કી 750 મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ 66, કુલ કિં.રૂ.26,400, ઓફીસર્સ ચોઇસ કલાસીક વ્હીસ્કી 750 એમ.એલ.ની કંપની કાચની સીલ બંધ બોટલો નંગ 33, જે બોટલોની કુલ કી.રૂ.10,560, ગોડફાધર ધ લેજન્ડરી ઓરીજીનલ સ્ટ્રોંગ બીયર 500 મીલીના બીયર ટીન નંગ 81 કુલ કી.રૂ.8100, દેશી દારૂ લીટર 10, કુલ કી.રૂ.200, અખાધ્ય ગોળ કીલો 80 કી.રૂ. 800 એમ કુલ મળીને કી.રૂ.46,060 તથા મોબાઇલ ફોન નંગ ર કી.રૂ.10,000 મળી કુલ 56060 ના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button