GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર LCB પોલીસે રાજકોટ બાયપાસ રોડ પરથી 1500 લીટર બાયોડીઝલના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.

બાયોડીઝલ 1500 લીટર, ઈલેક્ટ્રીક મોટર, લોખંડનો ટાંકો, મહીન્દ્રા પીકપ, એક ટ્રક, કપાસની ગાંસડી નંગ 100 વજન 16 ટન મોબાઈલ નંગ 3 એમ કુલ મળીને રૂ.33,22,697 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.15/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

બાયોડીઝલ 1500 લીટર, ઈલેક્ટ્રીક મોટર, લોખંડનો ટાંકો, મહીન્દ્રા પીકપ, એક ટ્રક, કપાસની ગાંસડી નંગ 100 વજન 16 ટન મોબાઈલ નંગ 3 એમ કુલ મળીને રૂ.33,22,697 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણની પ્રવુતિ કરતા ઇસમોને શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પીઆઇ જે.જે.જાડેજા નાઓને સુચના આપેલ જે અન્વયે એલસીબી તથા ઈનચાર્જ પીએસઆઇ એન. એ. રાયમાં નાઓએ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરી જિલ્લા વિસ્તારમા સતત પેટ્રોલિંગ ફરી ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણની પ્રવુતિ કરતા ઇસમોને શોધી કાઢવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપી એલસીબી સ્ટાફના પ્રવીણભાઈ કોલા, કિશનભાઇ ભરવાડ, મેહુલભાઈ મકવાણા સહિત સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ બાયપાસ રોડ સાઇ હોટલ સામે ખુલ્લા પ્લોટમાથી ઇશ્વરભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ રહે રતનપર આદેશ્વર પાર્ક સોસાયટી સુરેન્દ્રનગર તા. વઢવાણ, પ્રવિણભાઇ જીવણભાઇ સોળમીયા રહે વઢવાણ શ્રધ્ધા હોટલ સામે મુળચંદ રોડ રામદેવનગર તા. વઢવાણ સુરેન્દ્રધનગર વાળાઓને બાયોડીઝલ જેવા જવલનશીલ પ્રવાહીનો જથ્થો આશરે લીટર 1500 કિ.રૂ.90,000 તથા ઈલેક્ટ્રીક મોટર નંગ 1 કિ.રૂ.5000 તથા લોખંડનો ટાંકો નંગ 1 કિ.રૂ.5000 તથા મહિન્દ્રા કંપનીની યુટીલીટી પીકપ બોલેરો જેની કિ.રૂ.2,00,000 તથા એક ટ્રક નંબર GJ 33 T 2910 જેની કિ.રૂ.5,00,000 તથા મોબાઇલ નંગ 3 કિ.રૂ.4000 તથા કપાસને ગાંસડી નંગ 100 જેનો આશરે વજન 16 ટન કિ.રૂ.25,18,697 એમ કુલ મળીને રૂ.33,22,697 ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરુધ્ધમા જોરાવરનગરમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!