GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા ટી.બી હોસ્પિટલ પાસેના મુખ્ય માર્ગો પર પોલીસને સાથે રાખી દબાણની કામગીરી હાથ ધરી

સોમવારે સવારે અચાનક જ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતા શહેરના રસ્તાઓ લારીવાળા ઓમાં દોડધામ મચી

તા.09/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સોમવારે સવારે અચાનક જ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતા શહેરના રસ્તાઓ લારીવાળા ઓમાં દોડધામ મચી

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર દબાણોનો રાફડો ફાટયો છે રસ્તા પર લારીવાળાઓ સહિત વેપારીઓએ પોતાનો સામાન બહાર રાખતા રસ્તાઓ સાંકડા બની જતા અવારનવાર ટ્રાફિક જામ થાય છે ત્યારે સુરેન્દ્રનગર એ.ડિવીઝન પોલીસ, ટ્રાફિક શાખા અને નગરપાલિકાએ સોમવારે સવારે સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતુ અને શહેરના મુખ્ય રસ્તાઓ પરથી 150થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકનો પ્રશ્ન સળગતો પ્રશ્ન છે થોડા સમય પહેલા શહેરના વેપારીઓની રજૂઆત બાદ મુખ્ય રસ્તાઓ પર લારીવાળાઓને બગીચા પાસે જગ્યા આપીને ત્યાં ઉભા રખાયા હતા પરંતુ તંત્રની ઢીલી નીતી સામે ફરી પરીસ્થિતી જૈસે થે થઈ ગઈ હતી અને શહેરમાં ખાસ કરીને પીક અવર દરમિયાન ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા ત્યારે જિલ્લા પોલીસવડા ડો. ગીરીશ પંડયાની સુચનાથી એ.ડિવીઝન પોલીસે સોમવારે દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એ.ડિવીઝન પીઆઈ આર એમ સંગાડા, ટ્રાફિક પીએસઆઈ એલ બી બગડા, મહાવીરસીંહ બારડ, અશ્વીનભાઈ, રાજુભાઈ કાનાણી, મનસુખભાઈ સહિતની ટીમો સાથે નગરપાલીકાના મયુરસીંહ, રાહુલ મોરી સહિતનાઓ પ ટ્રેકટર, જેસીબી સહિતના વાહનો સાથે જોડાયા હતા શહેરના હેન્ડલુમ ચોકથી ટાવર ચોક, ટાંકી ચોકથી પતરાવાળી ચોક, દીપુભાના ચોકથી મેડીકલ કોલેજ સુધીના રસ્તાઓ પર અંદાજે 150થી વધુ દબાણો દુર કરાયા હતા તંત્ર દ્વારા અચાનક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતા ખાસ કરીને શહેરના મોટી શાક માર્કેટ રોડ પર લારીવાળાઓમાં દોડધામ મચી હતી અને નાની ગલીઓમાં તેઓ પોતાની લારીઓ લઈને ભાગતા નજરે પડયા હતા સુરેન્દ્રનગર શહેરમાં દબાણ હટાવ ઝુંબેશથી રસ્તાઓ ખુલ્લા થઈ જતા વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો.

Back to top button
error: Content is protected !!