SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૨મા આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી

યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આત્માને તંદુરસ્ત રાખવાનો માર્ગ છે દૈનિક જીવનમાં યોગ અપનાવવા અનુરોધ - સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા

તા.21/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આત્માને તંદુરસ્ત રાખવાનો માર્ગ છે દૈનિક જીવનમાં યોગ અપનાવવા અનુરોધ – સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવી રહ્યું છે જેનો સંપૂર્ણ શ્રેય આપણા આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે તેમણે સમગ્ર દુનિયાને યોગનું સાચું મહત્વ સમજાવ્યું છે વડા પ્રધાન પોતે આજે પણ ક્યારેય થાકેલા જણાતા નથી તેમજ તેમના ચહેરા પર ક્યારેય નિરાશા દેખાતી નથી આ બધું જ તેમના જીવનમાં વણાયેલા યોગના કારણે જ શક્ય બન્યું છે યોગ માત્ર શારીરિક કસરત કે આસન નથી પરંતુ તે આપણા આત્માને પણ તંદુરસ્ત રાખે છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે યોગ આપણને આધ્યાત્મિક જીવન તરફ લઈ જાય છે અને મગજને સકારાત્મક વિચારોથી પ્રફુલ્લિત રાખે છે પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ યોગ દ્વારા હજારો વર્ષ સુધી તંદુરસ્ત આયુષ્ય ભોગવતા હતા તેવી જ રીતે આપણે પણ યોગને આપણા જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ શહેરોમાં યોગનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે અને લોકોને તેની મહત્તા સમજાવવામાં આવી રહી છે યોગ કરવાથી શરીર રોગમુક્ત રહે છે અને આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં શરીર પૂરો સહકાર આપે છે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલી લેવા સૌને અપીલ કરી હતી અને માત્ર એક જ દિવસ પૂરતું નહીં, પરંતુ દરરોજ નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરીને આપણા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં યોગ કો-ઓર્ડિનેટર સુશ્રી મોનિકા ચુડાસમાએ મંચ સંચાલન કર્યું હતું તેમણે કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવીને સ્વસ્થ અને નશામુકત જીવનનો સંકલ્પ લેવડાવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર વી. ડી. સાકરીયા, પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, જિલ્લા રમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!