દસાડાના એછવાડા ગામ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિનાં મોત નિપજ્યાં.

તા.24/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એછવાડા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે બસ સ્ટેન્ડ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે જેને લઈને શોક વ્યાપી જવા પામ્યો છે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના ત્રણ વ્યક્તિઓ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ અંગે દસાડા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અકસ્માતમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે રિક્ષા સાથે ધડાકાભેર ટ્રક અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો ગંભીર અકસ્માતને લઈ અને ઇજાગ્રસ્ત અને પ્રથમ દસાડા બાદ વિરમગામની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા હતા ત્યારે મૃતદેહોને પણ પીએમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને દસાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને મૃતકની ઓળખ કરવામાં આવી હતી જેમાં કિરણભાઈ વાઢેર બળદેવભાઈ ઠાકોર અને ભરતભાઈ સિંધવનું મોત થયું છે ત્યારે આ અંગે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે ત્યારે પરિવારજનો ઉપર પણ આભ ફાટી પડવા પામ્યું છે વ્યવહારિક કામ અર્થે રિક્ષામાં પાટણથી સુરેન્દ્રનગર આવ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે હાલના તબક્કામાં પોલીસે પણ ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી અને આ અંગે હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ અકસ્માતમાં ભોગ બનેલા ત્રણેય મૃતકો પાટણ જિલ્લાના સમી તાલુકાના ટુવડ ગામના વતની હતા મૃતકોના નામ કિરણ વાઢેર બળદેવ ઠાકોર ભરત ગગજી સિંધવ છે અકસ્માતની જાણ થતાં જ દસાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી પોલીસે ત્રણેયની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ સ્ટેશનના વણોદ બીટના જમાદાર હમીર સોલંકી ચલાવી રહ્યા છે.



