SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

ગામડું મજબૂત બનશે તો જ ગુજરાત અને શહેર મજબૂત બનશે: દર્શનાબેન વાઘેલા

તા.14/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ગામડું મજબૂત બનશે તો જ ગુજરાત અને શહેર મજબૂત બનશે: દર્શનાબેન વાઘેલા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ, સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાને પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ સંભાળ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવનિર્વાચિત સભ્યોને પંચાયતી રાજના નિયમો અને વહીવટી પ્રક્રિયાઓથી સુપેરે માહિતગાર કરી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ વેગવંતા તથા પારદર્શક બનાવવાનો છે. તાલીમ કાર્યક્રમને સંબોધતાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જનપ્રતિનિધિ તરીકેની ફરજો અને તાલીમના મહત્વ વિશે ભારપૂર્વક વાત કરી હતી. જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ પોતાના વિસ્તારના પ્રશ્નોને સમજવા અને પંચાયતી રાજના નિયમો શીખવા એ આપણી નૈતિક ફરજ છે. વહીવટી કામગીરી સમજવા મંત્રીમંડળે પણ ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો, તેથી આ તાલીમને સૌએ ગંભીરતાથી લેવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ ગામડું મજબૂત બનશે તો જ ગુજરાત અને શહેરો મજબૂત બનશે તેમણે વધુમાં પ્રતિનિધિઓને સરકારી અધિકારીઓ સાથે હકારાત્મક અભિગમ રાખી સંકલન સાધવા અને પાણી, રસ્તા, આરોગ્ય તથા શિક્ષણ જેવી પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી. મહિલા પ્રતિનિધિઓનો ઉત્સાહ વધારતાં તેમણે ઉમેર્યું કે રાજકારણમાં સૂઝબૂઝ અત્યંત અગત્યની છે અને સાચા પ્રજાલક્ષી કામો માટે સરકાર ગ્રાન્ટ ફાળવવા સદા તત્પર છે. તેમણે જણાવ્યું કે જનપ્રતિનિધિઓ પાસે પાંચ વર્ષની મર્યાદા હોય છે, જેથી સમય વેડફ્યા વિના વ્યક્તિગત લાભના બદલે સમગ્ર સમાજને વ્યાપક લાભ થાય તેવા કામોને પ્રાધાન્ય આપવું જોઈએ – નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા, તેમણે ઉમેર્યું કે શ્રેષ્ઠ વહીવટ માટે પંચાયત ધારા, પરિપત્રો અને સરકારી નિયમોનું પૂરતું જ્ઞાન હોવું અનિવાર્ય છે કાયદાકીય જાણકારીથી માત્ર સાર્થક સંવાદ દ્વારા જ સ્થાનિક પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે – સાંસદ ચંદુભાઈ શિહોરા, આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડિયા, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના બહોળા પ્રમાણમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!