ધ્રાંગધ્રામા ઉચા વ્યાજે નાણા આપી વ્યાજના ચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરતા 10 વ્યાજ ખોરો વિરુધ્ધ ગુનો દાખલ

તા.03/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મહે.શ્રી નીર્લીપ્તરાય સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નાઓની સુચના અને માર્ગદશન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લા નાણા ધિરધારનુ લાયસન્સ ન ધરાવતા હોવા છતા ઉંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા હોય જે ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક, જે.ડી પુરોહિત સાહેબ ધ્રાંગધ્રા ડિવીઝન નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ ઇન્ચાર્જ પીઆઇ આઇ.એમ.હુદડ સાહેબની સુચનાથી પીએસઆઇ એ.એમ.ચુડાસમા સાહેબ નાઓએ ધ્રાંગધ્રા સીટી વિસ્તારમા નાણા ધિરધારનુ લાયસન્સ ન હોવા છતા જાહેર જનતાને ઉચા વ્યાજે નાણા આપી વ્યાજના ચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજ ખોરો જેમાં જેહલબેન ગૌતમભાઇ મેવાડા રહે, ખારીશેરી ધ્રાંગધ્રા, દશરથભાઇ ભોપાભાઇ મેવાડા રહે, ધ્રાંગધ્રા ઠે.હળવદ દરવાજા, પરેશભાઇ કસ્તુરભાઇ પ્રજાપતી રહે, કુંભારપરા, ધ્રાંગધ્રા, રામસિંગભાઇ રબારી રહે, મયુરનગર, ધ્રાંગધ્રા, અંકીતભાઇ મેપાભાઇ મેવાડા રહે, ખારીશેરી ધ્રાંગધ્રા, મેહુલભાઇ અરજણભાઇ રાતળીયા રહે, ખારીશેરી ધ્રાંગધ્રા, ગોપાલભાઇ રામાભાઇ ભરવાડ રહે, મયુરનગર ધ્રાંગધ્રા, ભુપેનભાઇ છોટાલાલ કોટક રહે, રંગોલી રેસ્ટોરન્સ વાળા ખાચામાં ધ્રાંગધ્રા, મેહુલભાઇ ઘનશ્યામભાઇ દલવાડી રહે, હળવદરોડ ધ્રાંગધ્રા, મેહુલભાઇ લાકડીયા ભરવાડ રહે, મયુરનગર ધ્રાંગધ્રા વાળાઓ વિરુધ્ધ ગુજરાત નાણા ધીરધાર અધીનિયમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે



