SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.20/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો અને વિવિધ જનહિતના વિકાસકાર્યો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતાં જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક થવો જોઈએ તેમણે તમામ અધિકારીઓને ‘પ્રો-એક્ટિવ’ અભિગમ અપનાવીને સરકારી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને તેના કારણે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન ભોગવવી પડે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી આ સાથે જ તેમણે સરકારની ફ્લેગશિપ યોજનાઓનો લાભ તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો જિલ્લામાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની સમીક્ષા કરતાં કલેક્ટરએ મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત બાળકોને સતત ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે સમયાંતરે ભોજન ચકાસણી કરવા સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પ્રિ-મોન્સૂન કામગીરી સત્વરે પૂર્ણ કરવા, રસ્તાની આસપાસનાં ઝાડી-ઝાંખરાં દૂર કરવા, તળાવોના પાળા મજબૂત કરવા તેમજ કેનાલ રિપેરિંગ અને શહેરી વિસ્તારોમાં સફાઈ કામગીરી સઘન બનાવવા જણાવ્યું હતું આ ઉપરાંત ચોમાસું લંબાય તેવી સ્થિતિમાં તમામ તાલુકાઓમાં પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા અને સંભવિત જોખમ ટાળવા માટે જર્જરિત ઈમારતો ઉતારી લેવા પણ સૂચના આપી હતી વધુમાં તેમણે યોગ દિવસના કાર્યક્રમોમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે પ્રેરિત કર્યા હતા તદુપરાંત સંકલન અધિકારીઓ સાથે બાકી નિવૃત પેન્શન કેસ, ખાનગી અહેવાલો, સરકારી લેણાની વસુલાત, સાંસદ- ધારાસભ્યનાં પત્રોનો નિયત સમયમર્યાદામાં નિકાલ, તકેદારી આયોગની અરજીઓ, આર.ટી.આઈ.નાં જવાબો, એ.જી.ઓડિટનાં બાકી પારા સહિતનાં મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, નિવાસી અધિક કલેક્ટર વી. ડી. સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા, પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!