CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના ખેરડી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ.

તા.21/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને આહ્વાન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી જનકલ્યાણ શિબિર અંતર્ગત આજે ચોટીલા તાલુકાના ખેરડી ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શિબિર દરમિયાન તેઓએ ઉપસ્થિત નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમાજના દરેક વર્ગના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે આ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે અને કોઈપણ પાત્ર લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તે સરકારની પ્રાથમિકતા છે તેમણે નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરી વધુમાં વધુ લાભ મેળવવા માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું તેમણે ઉપસ્થિત અધિકારીઓને પણ સૂચના આપી હતી કે નાગરિકોની અરજીઓનો સમયબદ્ધ અને સંવેદનશીલતા પૂર્વક નિકાલ કરવામાં આવે તેમજ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે સ્થળ પર જ શક્ય તેટલી સેવાઓ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવે જનકલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરી સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને વિવિધ સેવાઓ અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અંતમાં જણાવ્યું હતું કે જનકલ્યાણ શિબિર માત્ર કાર્યક્રમ નથી પરંતુ સરકાર અને જનતા વચ્ચેનો સીધો સંવાદ છે જેના માધ્યમથી સામાન્ય નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જનકલ્યાણની ભાવનાને સાકાર કરતી આવી શિબિરો થકી લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ વધુ મજબૂત બનશે આ શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખ નાથાભાઈ સંઘાણી, મામલતદાર ચોટીલા ઉપેન્દ્રસિંહ વાઘેલા, TDO ચોટીલા, મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, સરપંચ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!