DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા નારીચાણા રોડ પર માર્ગ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત નિપજયું.

ધ્રાંગધ્રા ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા દેવકરણ ભુવા અકસ્માતનો ભોગ બન્યા

તા.01/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા દેવકરણ ભુવા અકસ્માતનો ભોગ બન્યા, રખડતા પશુઓનું એટલો બધો ત્રાસ વધી ગયો છે કે જેમાં પણ ખાસ કરી અને શહેરોમાં ડુક્કર જેવા પ્રાણીઓ જાહેર માર્ગો ઉપર ક્યારે આડા પડે અને ક્યારે અકસ્માત સર્જાય તેનો કોઈ સમય મર્યાદા કે કોઈ પણ નક્કી હોતું નથી આવો જ એક બનાવો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે બનવા પામ્યો છે અને જેમાં ડુક્કર આડુ ઉતરતા ધાંગધ્રા નારીચાણા રોડ ઉપર આ રીતની ઘટના સામે આવી હતી અને બાઈક ઉપર જઈ રહેલા પોલીસ કર્મચારી ને અકસ્માત સર્જાયોને માથામાં હેમરેજ થઈ જતા તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા જ્યાં અમદાવાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું‌ ઓનું સામે આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી છે ધ્રાંગધ્રા નારીચાણા રોડ પર માર્ગ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત થયું છે ધ્રાંગધ્રા ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા દેવકરણ ભુવા આ અકસ્માતનો ભોગ બન્યા હતા દેવકરણ ભુવા પોતાનું બાઇક લઈને નારીચાણા રોડ પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક આડે ડુક્કર આવી ગયું હતું જેના કારણે બાઇક સ્લીપ થઈ ગયું અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અન્ય રાહદારીઓએ તાત્કાલિક ઈજાગ્રસ્ત દેવકરણ ભુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા વધુ સારવાર માટે તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

Back to top button
error: Content is protected !!