SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર નમો કમલમ્‌ ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ અને મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું.

સંકલ્પથી સિદ્ધિ સુધી’ની ભારતની વિકાસગાથા: વિકસિત ભારત @2047ના મહાસંકલ્પ સાથે સુરેન્દ્રનગરમાં યોજાયો મીડિયા સંવાદ

તા.15/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સંકલ્પથી સિદ્ધિ સુધી’ની ભારતની વિકાસગાથા: વિકસિત ભારત @2047ના મહાસંકલ્પ સાથે સુરેન્દ્રનગરમાં યોજાયો મીડિયા સંવાદ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય “નમો કમલમ્‌” ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ અને મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન દેશે હાંસલ કરેલી ઐતિહાસિક વિકાસગાથા, જનહિતકારી યોજનાઓ, આત્મનિર્ભર ભારતના વિઝન તેમજ ‘વિકસિત ભારત @2047’ના મહાસંકલ્પ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા તથા જિલ્લાના વિવિધ ધારાસભ્યો અને અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા મીડિયા પ્રતિનિધિઓ સમક્ષ માહિતી રજૂ કરતાં પ્રભારી મંત્રી અને આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ “સંકલ્પથી સિદ્ધિ સુધી” સતત આગળ વધી રહ્યો છે છેલ્લા ૧૨ વર્ષમાં વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પરિવર્તન, મહિલા સશક્તિકરણ અને જનભાગીદારી જેવા ક્ષેત્રોમાં દેશે અભૂતપૂર્વ અને ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે.

Back to top button
error: Content is protected !!