લીમડી હાઇવે પર 21 એકરમાં અજરામર નામ નવનિર્માણનો મંગલ પ્રારંભ
તા.11/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીમાં રાજકોટ નેશનલ હાઈવે પર 21 એકરમાં ભવ્ય અજરામર ધામના નવનિર્માણનો શુભારંભ થયો છે આ પ્રસંગે યોજાયેલ ખનન વિધિમાં પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી સહિત 30થી વધુ મહાસતીજીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સ્થાનકવાસી છ કોટિ જૈન, લીંબડી અજરામર સંપ્રદાય અંતર્ગત અજરામર કૃપા ફાઉન્ડેશન દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે કાર્યક્રમમાં કચ્છ-વાગડ-સૌરાષ્ટ્ર-ગુજરાત-મુંબઈથી મોટી સંખ્યામાં શ્રેષ્ઠીવર્યો અને ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ અજરામર ધામ માટે પાંચ ઈંટો પેટે રૂ. 5 લાખનું દાન જાહેર કર્યું છે પ્રથમ તબક્કામાં 6 એકર જમીનમાં નિર્માણ કાર્ય શરૂ થશે જમીન શુદ્ધિકરણ માટે છેલ્લા એક અઠવાડિયાથી રોજ 500થી 800 ગાયોને ઘાસચારો આપવામાં આવી રહ્યો હતો અજરામર ધામમાં ઉપાશ્રય ઉપરાંત નેચરોપેથી સેન્ટર, વૃદ્ધાશ્રમ અને વડીલો માટે સ્વાધ્યાય કેન્દ્રની સુવિધાઓ ઊભી કરવામાં આવશે પ્રથમ તબક્કાના 6 એકર બાદ બાકીની 15 એકર જમીનમાં પણ વિકાસ કાર્યો હાથ ધરાશે કાર્યક્રમમાં મુંબઈ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, વાંકાનેર અને ચોટીલાથી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.