CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ચોટીલા પ્રાંત અધિકારીએ રાણીપાટ ભેટ સહીતના ગામોમાં બુરાણ કરેલ ગેરકાયદેસર કાર્બોસેલના કુવાનું ચેકીંગ હાથ ધરાયું.

ચોટીલા સબ ડિવિઝનના છેવાડાના ગામોમાં રાત્રે ૧:૩૦ વાગ્યે ઓચિંતું નિરીક્ષણ

તા.25/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ચોટીલા સબ ડિવિઝનના છેવાડાના ગામોમાં રાત્રે ૧:૩૦ વાગ્યે ઓચિંતું નિરીક્ષણ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વહીવટી તંત્ર સતત સતર્ક ભૂમિકામાં જોવા મળી રહ્યું છે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ગત રાત્રિના સમયે ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાના વિવિધ છેવાડાના ગામોમાં ઓચિંતું રાત્રિ નિરીક્ષણ હાથ ધરવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી આશરે ૧ વર્ષ અગાઉ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા મૂળી તાલુકાના છેવાડાના ગામો જેવા કે રાણીપાટ અને ભેટ તેમજ થાનગઢ તાલુકાના જામવાળી, વેલાળા, વીજળીયા અને ઉંડવી ગામે મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી આ પુરાયેલા સરકારી જમીન પરના ગેરકાયદેસર કૂવાઓ ખનીજ માફિયાઓ દ્વારા પુનઃ ચાલુ ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું વહીવટી તંત્ર માટે અનિવાર્ય હતું તા. ૨૪/૦૫/૨૦૨૬ના રોજ મોડી રાત્રિના ૧:૩૦ કલાકે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા પોતે ઉક્ત તમામ ગામોની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા તેમણે રાત્રિના અંધકારમાં પણ તમામ સંવેદનશીલ સ્થળો પર જઈને બુરાણ કરાયેલા ગેરકાયદેસર કોલસાના કૂવાઓની પ્રત્યક્ષ ચકાસણી કરી ખાતરી કરી હતી કે ત્યાં કોઈ પણ પ્રકારની પુનઃ ખનન પ્રવૃત્તિ શરૂ થઈ નથી આ ઓપરેશન દરમિયાન માત્ર કૂવાઓની સ્થિતિ જ નહીં, પરંતુ ખનીજ ચોરી અટકાવવા માટે ત્રણેય તાલુકા (થાનગઢ, ચોટીલા અને મૂળી) ખાતે ૨૪ કલાક (Round the clock) ફરજ બજાવતી રાત્રિ ટીમોની કામગીરી પણ ચકાસવામાં આવી હતી નાયબ કલેક્ટરે રાત્રિ દરમિયાન તૈનાત કરેલી ત્રણેય નાઇટ ડ્યૂટી ટીમો પોતાની નિયુક્ત જગ્યાએ યોગ્ય રીતે ફરજ બજાવે છે કે કેમ, તેની પણ રૂબરૂ ખાતરી કરી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!