CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાઈવે પર MRP કરતાં વધુ ભાવ વસૂલતી 5 હોટલોને દંડ ફટકારાયો.

તા.20/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ પાસેથી નેશનલ હાઈવે ૪૭ પર આવેલી હોટલોમાં પેકેજ્ડ વસ્તુઓ પર MRP કરતાં વધુ ભાવ વસૂલાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ એક ખાસ સંયુક્ત ટીમ બનાવી હાઈવે પરની હોટલોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી જેમાં નિયમભંગ કરતી પાંચ હોટલો સામે લાલઆંખ કરી કુલ રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી સીધી તંત્ર સુધી પહોંચે તે માટે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા એક જાહેર વોટ્સએપ નંબર ૮૭૯૯૨૩૧૪૦૪ શરૂ કરવામાં આવ્યો છે આ નંબર પર પ્રવાસીઓ દ્વારા બાતમી મળી હતી કે હાઈવે પર એસ.ટી. બસો કે ખાનગી વાહનો ઉભા રાખી યાત્રિકોને જમાડતી હોટલોમાં પાણીની બોટલ, ઠંડા પીણાં અને અન્ય પેકેજ્ડ વસ્તુઓ પર છાપેલી કિંમત કરતાં વધુ પૈસા પડાવવામાં આવી રહ્યા છે આથી બાતમીના આધારે નાયબ કલેક્ટર કચેરી મામલતદાર કચેરી ચોટીલા અને તોલમાપ વિભાગના અધિકારીઓ કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવી ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસૂલાતો હોવાનું સાબિત થતાં Legal Metrology (Packaged Commodities) Rules હેઠળ શ્રી રાજ રાજેશ્વરી હોટલ ચોટીલા માલિક અભયકુમાર મહેન્દ્રકુમાર શીંગાળા, રાજ મહેલ હોટલ કુંભારા, ચોટીલા માલિક ગભરૂભાઇ ભોજભાઇ ઘાંઘ, શ્રી કૃષ્ણા હોટલ નાના કાંધાસર, ચોટીલા માલિક મેવાડા માતમભાઇ રામજીભાઇ, આશાપુરા હોટલ અમદાવાદ- રાજકોટ નેશનલ હાઇવે ૪૭ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા તથા બંસી હોટલ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ૪૭ માલિક જોગરાણા રવિભાઇ હીરાભાઇ સહિતની હોટલો અને તેના માલિકો સામે કાયદેસરના પગલાં લેવાયા હતા તંત્ર દ્વારા ઉક્ત પાંચેય હોટેલ સંચાલકો પાસેથી નિયમોના ભંગ બદલ હોટેલ દીઠ રૂ. ૧૦,૦૦૦ લેખે કુલ રૂ. ૫૦,૦૦૦નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ હોટલ માલિકો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૨૯ હેઠળ સારા વર્તન અંગે જામીનગીરીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો ફરીવાર આવી ભૂલ જણાશે તો હોટલો સીલ કરી દેવામાં આવશે.વધુમાં નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ મીડિયાને જણાવ્યું હતું કે યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સામાન્ય ગ્રાહકોના આર્થિક હિતો સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં આગામી દિવસોમાં પણ આવી સંયુક્ત તપાસો નિયમિતપણે ચાલુ રહેશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!