ચોટીલા નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

તા.04/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ તેમજ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ બેઠકમાં ભાગ-૧ ના પત્રકોની સમીક્ષા સાથે ચોટીલા અને થાનગઢ તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ચોટીલાના ઢોકળવા, ધારૈઈ અને થાનગઢના અભેપર, મનડાસર ગામે પીવાના પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી ચોટીલાના પાંજવાળી ગામે વાસમોની જર્જરિત પાણીની ટાંકી ઉતારવા અંગે સૂચના અપાઈ હતી થાનગઢ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં કાઢવામાં આવેલા ખોટા બી.પી.એલ. દાખલાઓની વિગતવાર તપાસ કરી, ગુનો દાખલ કરવા ચીફ ઓફિસર થાનગઢને આદેશ આપવામાં આવ્યો હતો જ્યારે ચોટીલા નેશનલ હાઇવે પર જલારામ મંદિર અને આણંદપુર રોડ પર થતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા અને હાઇવે પરના ગેરકાયદેસર કટઆઉટ અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી આ ઉપરાંત હાઈવે પર વારંવાર અકસ્માત થતા હોય તેવા બ્લેક સ્પોટ આઇડેન્ટીફાય કરી અહેવાલ રજૂ કરવા જણાવાયું હતું આ સાથે યોજાયેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં પુરવઠા શાખાનો જથ્થો સમયસર વિતરણ કરવો, E-KYC ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી, ગોડાઉનથી દુકાનો સુધી જથ્થો સમયસર પહોંચાડવા ગોડાઉન મેનેજરને સૂચના અપાઈ, રકોર્ડ વર્ગીકરણની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવી ચર્ચા કરી હતી આ બેઠકમાં ચોટીલા અને થાનગઢના મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી તેમજ વિવિધ વિભાગના ઇજનેરો, આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




