SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.16/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો અને વિવિધ વિકાસકાર્યો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી બેઠક દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોકહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વઢવાણ-ફૂલગ્રામ રોડ, ૬૬ કે.વી. સબ સ્ટેશન તેમજ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડની પ્રગતિ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા જ્યારે ધારાસભ્ય પી.કે.પરમારે નર્મદા કેનાલનું પાણી, કેનાલ રીપેરીંગ અને લીકેજ, રણ વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ એમ્બ્યુલન્સ વાન દ્વારા આરોગ્ય સેવાઓ, જમીન માંગણી, દૂધરેજ- વણા- પાટડી- દસાડા-બેચરાજી રોડ તેમજ જમીન સંપાદન સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા આ ઉપરાંત, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણએ ‘સૌની યોજના’, વાસ્મોની કામગીરી, મુળી તાલુકામાં પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ચોટીલા તાલુકામાં ‘જી–રામ–જી’ અંતર્ગતના કામો અંગે રજૂઆત કરી હતી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા પહેલાની પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સહિતના પ્રશ્નો અંગે ધ્યાન દોર્યું હતું આ તમામ રજૂઆતો સંદર્ભે કલેકટરએ સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું જિલ્લા કલેકટર જી.એચ.સોલંકીએ બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક થવો જોઈએ તેમણે તમામ અધિકારીઓને ‘પ્રો-એક્ટિવ’ અભિગમ અપનાવીને સરકારી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને તેના કારણે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન ભોગવવી પડે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!