SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના જનસેવા કેન્દ્રોની કામગીરીમાં મહત્વનો ફેરફાર: અરજદારોની સુવિધા માટે પ્રમાણપત્રોની વહેંચણી કરાઈ

બિન-અનામત, SEBC અને SC વર્ગના પ્રમાણપત્રો હવે બહુમાળી ભવન ખાતેથી મળશે, જ્યારે અન્ય દાખલાઓ મામલતદાર કચેરીએથી યથાવત રહેશે

તા.16/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

બિન-અનામત, SEBC અને SC વર્ગના પ્રમાણપત્રો હવે બહુમાળી ભવન ખાતેથી મળશે, જ્યારે અન્ય દાખલાઓ મામલતદાર કચેરીએથી યથાવત રહેશે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી દ્વારા સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં આવેલા જનસેવા કેન્દ્રોની કામગીરીનું ભારણ ઘટાડવા અને અરજદારોને ઝડપથી સેવાઓ મળી રહે તે હેતુથી જનસેવા કેન્દ્રોની કામગીરીમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે વેકેશન પૂર્ણ થતાં જ શરૂ થતી નવી શૈક્ષણિક પ્રવેશોત્સવની પ્રક્રિયા, શિષ્યવૃત્તિ, ફી માફી તેમજ વિવિધ સરકારી યોજનાઓ અને ભરતી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ પ્રમાણપત્રોની વહેંચણી કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ તેની સાથે જોડાયેલા દૂધરેજ, રતનપર, જોરાવરનગર, ખેરાળી, માળોદ, મૂળચંદ, ચમારજ અને ખમીસણા જેવા ગ્રામ્ય વિસ્તારોનો શહેરી ક્ષેત્રમાં સમાવેશ થવાને કારણે સીટી મામલતદાર કચેરી ખાતે અરજીઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું આથી, અરજદારોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને વિલંબ વિના સમયસર પ્રમાણપત્રો ઇશ્યૂ કરી શકાય તે માટે કલેક્ટર દ્વારા કામગીરીની નવી વહેચણી અમલમાં મૂકવામાં આવી છે નવા આદેશ મુજબ, હવેથી સીટી મામલતદાર કચેરી અંતર્ગત આવતા તમામ વિસ્તારોના ચોક્કસ જાતિ વિષયક પ્રમાણપત્રો બહુમાળી ભવન, સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાના રહેશે જેમાં SEBC જાતિ પ્રમાણપત્ર અંગ્રેજી તેમજ ગુજરાતી, વિચરતી અથવા વિમુક્ત જાતિ પ્રમાણપત્ર, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, બિન-અનામત વર્ગનું પ્રમાણપત્ર તેમજ SC જાતિ પ્રમાણપત્ર અંગ્રેજી તેમજ ગુજરાતી ચાલુ વર્ષમાં નવો હુકમ ન થાય ત્યાં સુધી નાયબ નિયામક વિકસતી જાતિ, બ્લોક-એ, રૂમ નંબર ૨૦૪, બહુમાળી ભવન તથા નાયબ નિયામક અનુસૂચિત જાતિ, બ્લોક-એ, રૂમ નંબર ૨૦૫, બહુમાળી ભવન દ્વારા કાઢી આપવામાં આવશે જ્યારે અન્ય તમામ વહીવટી અને આવકના પ્રમાણપત્રો પૂર્વવત્ રીતે મામલતદાર કચેરી ખાતેથી જ મળશે સુરેન્દ્રનગર સીટી મામલતદાર કચેરી અંતર્ગત આવતા તમામ વિસ્તારોના અરજદારો નોન-ક્રીમીલીયર પ્રમાણપત્ર ગુજરાતી અને અંગ્રેજી, આર્થિક રીતે નબળા વર્ગો માટેનું EWS પ્રમાણપત્ર ગુજરાતી અને અંગ્રેજી, ડોમીસાઇલ પ્રમાણપત્ર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, રહેઠાણનો દાખલો, આવકનો દાખલો, ચારિત્ર્ય પ્રમાણપત્ર, સોલવંશી પ્રમાણપત્ર, વિધવા અંગેનું પ્રમાણપત્ર, વારસાઈ પ્રમાણપત્ર તેમજ ST જાતિ પ્રમાણપત્ર અંગ્રેજી અને ગુજરાતી મામલતદાર સુરેન્દ્રનગર શહેરની કચેરી ખાતેથી મેળવી શકશે.

Back to top button
error: Content is protected !!