ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો પ્રમુખ- ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા, ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા નવનિયુક્ત સુકાનીઓ પર અભિનંદન વર્ષા

તા.25/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં જ સત્તાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે નિયમોનુસાર યોજાયેલી આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપા છાવણીમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે 18 સભ્યો ધરાવતી આ તાલુકા પંચાયતમાં 13 સભ્યો સાથે ભાજપે સ્પષ્ટ બહુમતીના આધારે સત્તાના સૂત્રો સંભાળ્યા છે અધિકારીઓની ઉપસ્થિતિમાં શનિવારે તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકા વિકાસ અધિકારી જે. કે. સિયા2ના સચિવ પદે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે માત્ર ભાજપ તરફથી જ ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા અન્ય કોઈ દાવેદારી ન હોવાથી ચૂંટણી પ્રક્રિયા બિનહરીફ સંપન્ન થઈ હતી તાલુકા પંચાયતને સુવ્યવસ્થિત ચલાવવા માટે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નાથાભાઈ સંઘાણી તેમજ ઉપપ્રમુખ તરીકે જયસુખભાઈ રાજપરા બિનહરીફ ચૂંટાઇ આવેલ તેમજ પાર્ટી દ્વારા કારોબારી સમિતિના ચેરમેન બલવીરભાઇ ખાચર, શાસક પક્ષના નેતા રીટાબેન ધોરાળીયા, દંડક દિલીપભાઈ ગણદીયા ની વરણી જાહેર કરાયેલ છે તમામ હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત થતાં જ ઉપસ્થિત મેદનીએ તેમને વધાવી લીધા હતા સ્થાનિક ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ રઘુભાઇ કુકડીયા સહિતના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો અને સમર્થકોએ મોટી સંખ્યામાં હાજર રહી નવનિયુક્ત પદાધિકારીઓને ફૂલહાર પહેરાવી નવી ઇનિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.



