SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા મ્યુનિસિપલ કમિશનર તરીકે જે. કે. જાદવે ચાર્જ સંભાળ્યો.

તા.25/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જે.કે. જાદવ સાહેબે આજે ચાર્જ સંભાળ્યો છે આ પ્રસંગે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ તથા વિવિધ શાખાઓના અધિકારીઓએ જાદવ સાહેબનું પુષ્પગુચ્છ આપીને હાર્દિક સ્વાગત કર્યું હતું ચાર્જ સંભાળતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવે મહાનગરપાલિકા કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકો યોજી વર્તમાન કામગીરી અને મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસ કાર્યો તથા પ્રોજેક્ટ્સની વિગતવાર પ્રાથમિક માહિતી મેળવી હતી બેઠક દરમિયાન જાદવ સાહેબે તમામ અધિકારીઓને જન સુવિધાના કાર્યોને વધુ ઝડપી, પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી તેમણે નાગરિકોની સુવિધા અને સુધારેલી સેવાઓને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!