DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રાના કોંઢ ગામે જુગાર રમતા પાંચ ઈસમોને LCB ટીમે ઝડપી લીધા.

રોકડા 83,200 તથા મોબાઈલ ચાર કિં.રૂ. 5500 તથા મોટરસાયકલ નંગ 3 કિં.રૂ.1,30,000 એમ કુલ મળી 2,68,200 ના મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.14/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પોસ્ટ ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમતા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી એ છાપો મારીને પાંચ જુગારીઓને રોકડ રકમ 83,200, તથા ચાર નંગ મોબાઈલ, કિં.રૂ. 5500 અને ત્રણ મોટરસાયકલ કિં.રૂ. 1,30,000, મળી કુલ 2,68,200 ના મુદ્દામાલ સહીત પાચ આરોપીને ઝડપી પાડયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં જુગાર અને પ્રોહીબીશન ડ્રાઈવ હેઠળ જિલ્લા એલસીબી ટિમ ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ બાતમી આધારે એલસીબી ટીમ ઇન્ચાર્જ પીઆઈ બી એલ રાયજાદા, હે.કો. પરીક્ષિતસિંહ ઝાલા પેરોલ ફ્લો સ્કોડના હરદીપસિંહ, સહીત સ્ટાફએ કોંઢ ગામે પોસ્ટ ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાં રેડ કરી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં જો કે જાહેરમાં ગામની પોસ્ટ ઓફિસ પાછળ ખુલી જગ્યામાં કુંડાળું કરી ગંજીપાનો જુગારમાં 5 ઈસમોને એલસીબી ટીમને જોઈ ફફળી ઉઠ્યા હતા અને નાસી છૂટવા પ્રયત્ન કર્યો હતો પણ કડકાઈથી કામ લઈને જુગાર રમતા પાંચને પકડી પાડી ત્યાં જ પંચોની હાજરીમા જડતી સહીતની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આરોપી મુનેશભાઇ ઉર્ફે ભુરો બેચરભાઈ તારબુંદીયા રહે કનકપુર ગામ આશાપુરામાંના મઢની બાજુમાં ધ્રાંગધ્રા, ભરતભાઈ અમરસિંહભાઇ દુધરેજીયા રહે ઢવાણા મહાદેવના મંદિર પાસે હળવદ, જુલ્ફીકારભાઇ ઉર્ફે જુલો મુસ્તફાભાઇ મંડલી રહે કાશીકુવા પાસે ધ્રાંગધ્રા, મહિપાલસિંહ ભરતસિંહ ટાંક રહે ભાર્ગવી સોસાયટી ધ્રાંગધ્રા, મનોજસિંહ ઉર્ફે મોટભા મેરૂભા ઝાલા રહે નરશીપરા દરીયાલાલની વાડી શેરી ધ્રાંગધ્રા વાળા સહિત પાંચ જુગારીઓને રોકડ રકમ 83,200, હજાર તથા ચાર નંગ મોબાઈલ, કિં.રૂ. 55,000 હજાર અને ત્રણ મોટરસાયકલ કિં.રૂ.1.30,000, મળી કુલ 2,68,200 ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!