અનોખી શ્રદ્ધાંજલિ : સેવા, સંસ્કાર અને સ્મૃતિઓ સાથે યોજાયો “Malkeshbhai Memorial Tournament”

તા.25/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના કારોબારી સભ્ય સ્વ. મલકેશભાઈ દોશીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિલ્વર પરિવાર દ્વારા એક અનોખી અને ભાવનાસભર ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે પુણ્યતિથિ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ સિલ્વર પરિવાર દ્વારા આ પ્રસંગને સેવા, જીવદયા અને માનવતાની સુગંધ સાથે યાદગાર બનાવવામાં આવ્યો હતો હંમેશા Positive વિચારસરણી, ધાર્મિકતા, નમ્રતા અને સૌના હૃદયમાં સ્થાન બનાવનાર સ્વ. મલકેશભાઈ દોશીના સંસ્કારોને જીવંત રાખવાના હેતુથી વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા આ પ્રસંગે વિવિધ પાંજરાપોરમાં ઘાસચારો આપવામાં આવ્યો હતો ઉપરાંત ચકલીઘર, કુંડા, કીડીયારું અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું માનવસેવાના કાર્યો અંતર્ગત અન્નક્ષેત્ર અને આશ્રમોમાં ભોજન સેવા, વૃદ્ધોની સેવા જેવી વિવિધિ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરવામાં આવ્યા હતાં આ સમગ્ર કાર્યક્રમ માત્ર સેવા પૂરતો સીમિત નહોતો, પરંતુ તે સ્વ. મલકેશભાઈના સેવાભાવ, સરળતા અને સંસ્કારોને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ હતો સાંજના સમયે “Malkeshbhai Memorial Box Cricket Tournament” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર મેચો રમાઈ હતી આ અવસરે સ્વ. મલકેશભાઈ દોશીના પરિવારજનોને મંચ પર આમંત્રિત કરી Silver પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર વાતાવરણ લાગણી, યાદો અને આત્મિયતાથી છલકાઈ ઉઠ્યું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન પંકિલભાઈ ધોળકિયા, કૌશલભાઈ ગાંધી, ગુંજનભાઈ સંઘવી, પંકિલભાઈ ધોળકિયા, અલ્પેશભાઈ દેસાઈ, રીપલભાઈ શાહ, સુનિલભાઈ દોશી, નિલેશભાઈ દોશી, શ્રેણિકભાઈ શાહ, નિર્મેશભાઈ શાહ, નિખિલેષભાઈ શાહ, ઉમેશભાઈ દોશી, મૌલિકભાઈ શેઠ, ભાવિનભાઈ દોશી, હિરેનભાઈ પરીખ તેમજ સમગ્ર સિલ્વર પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમ અંતે સૌએ એક જ ભાવ વ્યક્ત કર્યો “જીવદયા એ જ સાચી સેવા… માનવસેવા એ જ મહાદાન…”




