CHOTILALIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાની 4 પાલિકાઓમાં ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતીની જાહેરાત

દૈનિક રૂ.450 નું માનદ વેતન, NCC, NSS, RSP અને આર્મી/પોલીસ ઈન્ટરવ્યુ પાસ ઉમેદવારોને મળશે વિશેષ અગ્રતા

તા.20/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

દૈનિક રૂ.450 નું માનદ વેતન, NCC, NSS, RSP અને આર્મી/પોલીસ ઈન્ટરવ્યુ પાસ ઉમેદવારોને મળશે વિશેષ અગ્રતા, શ્રી ઝાલાવાડ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા આપવા ઈચ્છતા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે કુલ ૨૮ માનદ સેવકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પુરુષ તથા મહિલા ઉમેદવારો માટે આગામી સમયમાં યોજાનાર છે. જિલ્લાના વિવિધ વિસ્તારો મુજબ ખાલી પડેલ જગ્યાઓમાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ૧૭, લીંબડી નગરપાલિકા વિસ્તારમાં ૦૨, ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં ૦૭ અને પાટડી નગરપાલિકા વિસ્તારમાં ૦૨ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી માટે ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૦ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૯ પાસ હોવી આવશ્યક છે. શારીરિક માપદંડમાં પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી ૫ ફૂટ ૬ ઈંચ અને મહિલા ઉમેદવાર માટે ૫ ફૂટ ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી, શારીરિક રીતે સક્ષમ તથા કોઈ ગુનાહિત ઈતિહાસ કે ગુનો નોંધાયેલ ન હોય તેવો હોવો જોઈએ. ઈચ્છુક ઉમેદવારોએ નિયત ફોર્મ મેળવીને સ્વ-હસ્તાક્ષરમાં ભરીને પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો, રહેઠાણના પુરાવા આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિજળી બિલ, ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા તથા ગુનો નોંધાયેલ નથી તે અંગેના પ્રમાણપત્ર સાથે રજૂ કરવાનું રહેશે. પસંદગી પ્રક્રિયા દરમિયાન NCC, NSS, RSP ની પ્રવૃત્તિ કરેલ હોય અથવા આર્મી/પોલીસ ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ પાસ કરેલ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને માનદ સેવા પેટે પ્રતિ દિવસ રૂ. ૪૫૦ માનદ વેતન ચૂકવવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો તા. ૨૮-૦૮-૨૦૨૬ સુધીમાં સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન નિયત અરજી ફોર્મ મેળવી શકશે. ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશન – સુરેન્દ્રનગર રામ ભોજનાલય સામે, બસ સ્ટેન્ડ રોડ, લીંબડી પોલીસ સ્ટેશન, ચોટીલા પોલીસ સ્ટેશન અને પાટડી પોલીસ સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. ઉમેદવારોએ સ્વ- હસ્તાક્ષરમાં ભરેલું ફોર્મ જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિજળી બીલ/રહેઠાણનો પુરાવો ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા અને ગુનાહિત રેકોર્ડ ન હોવાના પ્રમાણપત્ર સાથે તા. ૨૮-૦૮-૨૦૨૬ ના સાંજે ૫:૦૦ કલાક સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશને જમા કરાવવાનું રહેશે. અરજી કરનાર તમામ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શારીરિક કસોટી/ઈન્ટરવ્યુ તા. ૩૧-૦૮-૨૦૨૬ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યે “જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે, સુરેન્દ્રનગર” ખાતે યોજાશે, તેમ વધુ યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!