SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર ડીઝલની અછત, ડીઝલ પુરાવા વાહનોની લાંબી કતારો લાગી

શહેરના 10થી વધુ પેટ્રોલપંપો પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો..

તા.16/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

શહેરના 10થી વધુ પેટ્રોલપંપો પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો, સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલની અછત સર્જાય છે ખાસ કરીને સરકાર દ્વારા ડીઝલમાં 3 રૂપિયાના ભાવ વધારો કરવામાં આવ્યો છે તે છતાં પણ વાહન ચાલકોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા હોવાનો ઘાટ સર્જાયો છે ડીઝલની અછતને લઈ અને વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે ખાસ કરીને ડમ્પર ટ્રક અને મોટા વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા દસથી વધુ પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી ત્યારે જે પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો છે ત્યાં વાહન ચાલકોને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે ત્યારે પેટ્રોલ પંપ ના સંચાલકો સાથે આ મુદ્દે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું છે કે રોજની 22,000 લિટર સરેરાશ ડીઝલની જરૂરિયાત પ્રત્યેક પંપ ઉપર પડી રહે છે તેની સામે સરકાર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ડીઝલનો જથ્થાની ફાળવણી કરવામાં આવી નથી અને કાપ મુકવામાં આવ્યો છે જેને લઇને ડીઝલની અછત સર્જાય છે ત્યારે મધ્યરાત્રીએ એ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ પુરાવા માટે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને ડીઝલના ભાવમાં વધારો થયો પરંતુ તે છતાં પણ પૂરતા પ્રમાણમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલના મળતા ખેડૂતો પણ પરેશાનીમાં મુકાયા છે વાહનચાલકો ઉપરાંત ખેડૂતોને પણ ખેતીમાં ડીઝલની જરૂર પડતી હોય છે ત્યારે પૂરતા પ્રમાણમાં ડીઝલનો પુરવઠો ન મળતા હોવાના કારણે ખેતી ઉપર પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

Back to top button
error: Content is protected !!