SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલની મદદથી અરજદારોના ખોવાયેલા મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.

તા.05/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક, અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ આ પોર્ટલનો સુરેન્દ્રનગર જીલ્લામાં વધુમાં વધુ ઉપયોગ કરવા સુચના થઇ આવેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી. બી. જાડેજા સાહેબ સુરેન્દ્રનગર વિભાગ નાઓની જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ હોય અને પીઆઈ શ્રી એ.જે.સોલકી નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશનો પાસે CEIR પોર્ટલની કામગીરી કરાવવા સારૂ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહિલા પો.હે.કો બિદુંબા પૃથ્વીરાજસિંહ ઝાલાનાઓની નિમણુંક કરવામા આવેલ તથા પીઆઇ એ.જે.સોલંકી, પરેશભાઈ કરશનભાઈ, કિશનભાઈ ભવાનભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડ્યુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરતાં અરજદાર પરમાર સુરપાલસિંહ માધુભા, સુરેન્દ્રનગર કલ્પેશભાઈ લાલજીભાઈ સોનગરા સુરેન્દ્રનગર, ધ્રુવ પટેલ સુરેન્દ્રનગર, રાજેન્દ્રભાઈ ડાયાલાલ સુરેન્દ્રનગર, મયુદીનભાઈ મહંમદભાઈ મુલતાની સુરેન્દ્રનગર, જસભાઈ ભરતભાઈ પટેલ સુરત વાળાઓની તપાસ કરાવી અલગ અલગ કંપનીના અલગ અલગ કિંમતના કુલ મોબાઇલ નંગ ૦૬ જેની આશરે કિ.રૂ.૮૭,૨૬૫ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!