SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વઢવાણ સરસ્વતી વિદ્યાલય ખાતે સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું.

ઓનલાઇન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અજાણ્યા મેઈલ મેસેજ, ફ્રોડ કોલથી સાવધાન રહેવા જણાવ્યું.

તા.09/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ઓનલાઇન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અજાણ્યા મેઈલ મેસેજ, ફ્રોડ કોલથી સાવધાન રહેવા જણાવ્યું.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડ્યા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વી.બી. જાડેજા સાહેબ તથા સાયબર ક્રાઈમ પોલીના અધિકારીશ્રી પો.ઈન્સ. શ્રી બી.સી. છત્રાલીયા સાહેબના ઓની જરૂરી સુચના મુજબ, સાયબર ક્રાઇમ અંગે જાગૃતી લાવવા સારૂ દર માસના પ્રથમ બુધવારે સાયબર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા તા.૦૯/૧૦/૨૦૨૪ ના રોજ સરસ્વતી વિધાલય વઢવાણ સુરેન્દ્રનગર ખાતે સાયબર અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમીનારમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી બી.સી. છત્રાલીયા, પીએસઆઇ એ. એમ. ચુડાસમા, એએસઆઈ બી. જે. ગોલતર, યુપીસી બિંદુબા પી ઝાલા તથા સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ના પીઆઇ શ્રી, એન. એસ. જોષી તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ, તેમજ શાળાના પ્રીન્સીપાલ શિક્ષકો તથા વિધાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતાં સદર અવેરનેશ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી એ. એમ. ચુડાસમા સાહેબ નાઓએ પ્રેઝેનટેશન દ્વારા સાયબર જાગૃતિ બાબતે માર્ગદર્શન તથા હાલના સમયમાં થઈ રહેલ સાયબર ક્રાઈમ ફ્રોડ જેવા કે, ઓનલાઈન ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, સાયબર સંબંધીત ગુન્હા ની જાણકારી આપી હતી જેમાં અજાણ્યા ઇમેઇલ, મેસેજ અને ફોન કોલથી કઇ રીતે સાવધાન રેહવું, તથા સાયબર ક્રાઇમ બાબતે રાખવાની કાળજી અને સાયબર ક્રાઇમનો ભોગ બન્યા બાદ લેવાના થતા પગલાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી તેમજ જો સાયબર ક્રાઈમનો ભોગ બનો, તો તાત્કલીક ૧૯૩૦ નંબર ડાયલ કરવા અંગે સમજ કરવામાં આવેલ, આ તકે સાયબર જાગૃતાલક્ષી પત્રીકઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આમ, સાયબર અવેરનેસ સેમીનાર ખુબ સફળ રહ્યો હતો સદર અવેરનેશ સેમીનારમાં ૫૬ થી ૬૦ જેટલા વિધાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!