SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘યુવા સંમેલન’ નો કાર્યક્રમ યોજાયો.

તા.04/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરની નવી એસ.પી.વિદ્યાલય ખાતે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે યુવા સંમેલનના કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત ભારતમાતાને તથા કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદજીને દિપ પ્રાગટ્ય તથા પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં યુવાનોને રાષ્ટ્રભકિતનો વિષય તથા આજનો યુવાન આવતી કાલનું ભવિષ્ય એવા જુદા જુદા વિષયો ઉપર વાત કરવામાં આવી હતી તથા વધુમાં યુવાધન શારિરીક તથા માનસિક રીતે મજબૂત બને અને મોબાઈલના વ્યસનથી થોડો સમય દૂર રહે તે માટે પ્રાચીન રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અર્જુનભાઈ ઠાકર યુવા મોટીવેશનલ સ્પીકર, મુખ્ય વક્તા તરીકે શ્રી હિતેશભાઈ મહેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના બાલ કાયૅ પ્રમુખ તથા શ્રી અંબારામભાઈ દુમાડિયા સાહિત્યકાર લેખક, કવિ અને હાસ્ય કલાકાર તથા ૨૫૦ થી વધુ સંખ્યામાં સુરેન્દ્રનગર શહેરના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!