SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી લોકમેળાના ગ્રાઉન્ડની હરાજી પૂર્ણ: વઢવાણનું મેદાન રૂ.90 લાખમાં ગયું, સુરેન્દ્રનગરમાં ‘રિંગ’ થતાં માત્ર રૂ.44 લાખ ઉપજ્યા

મનપા દ્વારા ગ્રાઉન્ડની હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી મેળો રાખનાર કોન્ટ્રાક્ટરને 18% જીએસટી ભરવો પડશે

તા.14/08/5026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

મનપા દ્વારા ગ્રાઉન્ડની હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી મેળો રાખનાર કોન્ટ્રાક્ટરને 18% જીએસટી ભરવો પડશે, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં બે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ખાતે લોકમેળા યોજવામાં આવતા હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ મહાનગર પાલિકા ખુદ લોક મેળા નથી કરતી અને કોન્ટ્રાક્ટરોને ગ્રાઉન્ડ ભાડે આપી અને લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાન ખાતે ચાલુ વર્ષે લોક મેળા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં વઢવાણ મેળાના મેદાનની બેજ પ્રાઇસ 51 લાખ અને સુરેન્દ્રનગર મેળાના મેદાનની બેઝ પ્રાઇઝ 41 લાખ જેટલી રાખવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકામાં બંને લોકમેળાના ગ્રાઉન્ડ ફાળવણી માટે કોન્ટ્રાક્ટરોને બોલાવી અને હરાજી યોજવામાં આવી હતી પહેલા ટેન્ડર ભરાવવામાં આવ્યા હતા જેમાં વઢવાણ લોકમેળાના ગ્રાઉન્ડ રાખવા માટે બે જેટલા ટેન્ડર ભરાયા હતા અને સુરેન્દ્રનગર લોકમેળા માટે પણ બે જેટલા ટેન્ડર ભરવામાં આવ્યા હતા તમામ કોન્ટ્રાક્ટરો અને હાજર રાખી અને ત્યારબાદ હરાજી કરવામાં આવી હતી હરાજીમાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનર મેયર ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર મેળાના મેદાનની પ્રથમ વખત હરાજી કરવામાં આવતા 41 લાખની બેઝ પ્રાઇઝ છે 44 લાખ સુધી પહોંચી હતી અને ત્યારબાદ મેળાના આયોજકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે રિંગ થઈ ગઈ હોવાના કારણે હરાજી અટકી ગઈ હતી બોલી પણ અટકી ગઈ હતી એટલે સુરેન્દ્રનગરના મેળાનું મેદાન માત્ર 44 લાખ માં ગયું હતું. બીજી તરફ વઢવાણ મેળાના મેદાન ની બેજ પ્રાઇસ 51 લાખ હતી ત્યારે 51 લાખ બેજ પ્રાઇસમાં બે કોન્ટ્રાક્ટરો દ્વારા અને આયોજકો દ્વારા સામસામે બોલી બોલવામાં આવી હતી ત્યારે અંતે 90 લાખ સુધી આ બોલી પહોંચી હતી ત્યારબાદ હરાજી અટકી હતી અને અંતે સુરેન્દ્રનગરના વઢવાણના લોકમેળાનું ટેન્ડર જય સોમનાથ ગ્રુપને ફાળવણી કરવામાં આવ્યું હતું આ રકમ 24 કલાકમાં ભરી દેવાની હોય છે ત્યારે મેળાના આયોજન ઉપર 18 ટકા જેટલું જીએસટી પણ ભરવું પડશે ત્યારે આ લોકમેળો માટે મોંઘુ ગ્રાઉન્ડ ગયું છે ત્યારે આયોજકોને પણ નફો ઓછો થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મેયર રાકેશ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંને ગ્રાઉન્ડ મોંઘા ગયા છે અને કોન્ટ્રાક્ટરો અને 18 ટકા જેટલો જીએસટી પણ ભરવો પડશે પરંતુ અલગ અલગ જે રાયડો ઉભી કરવામાં આવશે તેના ભાવ નક્કી કરવામાં આવશે તેનાથી વધુ ટિકિટના દર લઈ શકશે નહીં એટલે શહેરીજનોને આ મેળો મોંઘો નહીં પડે અને નાના અને મધ્યમ વર્ગના લોકો પણ આ મેળાનો આનંદ માણી શકે તે પ્રકારના પ્રયત્ન મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે મેળા આયોજકોને ગ્રાઉન્ડની ફાળવણી કરી નાખવામાં આવ્યા બાદ તમામ ચકડોળના ફિટનેસ સર્ટી રેડ સંચાલકો પાસેથી પરફોર્મન્સ લાઇસન્સ તેમજ વીમો ઉતરાવો પડશે અને ફાયર સેફટી ના સાધનો પણ રાખવા પડશે. મેળામાં સીસીટીવી કેમેરા ઇમર્જન્સી એક્ઝિટ ગેટનું આયોજન વીજ કનેક્શન અને વાયરીંગના નિયમોમાં ટેસ્ટ રિપોર્ટ જે આરએમબીના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે સુરક્ષા સ્વિચ અને ખુલ્લા વાયરો ઉપર પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સ્વચ્છતા માટે કચરાના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે અને જોગવાઈ રાઇટ ધારકો કચરો ફેલાવતા હશે તો તેને દંડ ફટકારવામાં આવશે અખાદ્ય વસ્તુ પણ મેળામાં વેચાણ કરવા દેવામાં આવશે નહીં. તમામ પ્રકારના પાલનો અને સરકારના નિયમો વચ્ચે મેળો યોજાયતી પ્રકારના આદેશ કમિશનરે આપ્યા છે.

Back to top button
error: Content is protected !!