સુરેન્દ્રનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી જેમાં મેયર- ડેપ્યુટી મેયરની નિમણૂક કરાઈ
સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયર બન્યા રાકેશભાઈ રાઠોડ અને મહિલા ડેપ્યુટી મેયર બન્યા સ્વાતિબેન રાવલ

તા.28/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયર બન્યા રાકેશભાઈ રાઠોડ અને મહિલા ડેપ્યુટી મેયર બન્યા સ્વાતિબેન રાવલ, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઐતિહાસિક પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી આ સભામાં મહાનગર પાલિકાના વહીવટી માળખાને આકાર આપતી મહત્વની નિમણૂકો કરવામાં આવી હતી જેમાં રાકેશભાઈ રાઠોડ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના પ્રથમ મેયર અને શ્રીમતિ સ્મિતાબેન રાવલ પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર તરીકે સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયા હતા આ ઉપરાંત કાર્યકારી અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નીખિલભાઈ ચાંપાનેરી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા આ સ્ટેન્ડિંગ કમિટીમાં નીરવકુમાર દવે, ટ્વિન્કલબેન ઘરેજીયા, ઉપેન્દ્રસિંહ રાણા, મહેન્દ્રભાઈ પટેલ, વનરાજસિંહ સોલંકી, મીનાબેન મહેશ્વરી, દેવકરણભાઈ મરિયા, ભાવેશભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ પરમાર, કુસુમબેન સોલંકી અને જયદીપભાઇ ડાભીના નામોની જાહેરાત માનનીય મેયર દ્વારા કરવામાં આવી હતી આ સાથે જ પીન્ટુબેન અસાણીયાને પક્ષના નેતા અને સ્વાતિબેન માંડલિયાને દંડક તરીકે જાહેર કરાયા હતા આ નિમણૂકો સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સુસંચાલન અને વિકાસ કાર્યોને વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે નવા નેતૃત્વ સાથે શહેરના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ, નાગરિક સુવિધાઓ અને સ્વચ્છતા અભિયાનને વધુ પ્રભાવી રીતે આગળ વધારવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.




