બળાત્કારની પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા યુવતીએ અજુગતું પગલું ભર્યું !!!

સુરેન્દ્રનગરમાં યુવતીને લગ્નની લાલચ આપીને બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે યુવતીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ફરિયાદ લેવાનો જ ઇન્કાર કરી દીધો હતો. જેથી કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી ફરી એકવાર પોલીસની ભુમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
યુવતીએ પોલીસ ફરિયાદ ન લેતા હોવાના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન લેવાનો આક્ષેપ કર્યો હતો. યુવતીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી છે. યુવતીનું ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે ઓળખાણ થઈ હતી. યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ધાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વધુ સારવાર અર્થે યુવતીને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવી છે.
યુવતી સાથે દુષ્કર્મ આચર્યું બાદ પોલીસ ફરિયાદ ન લેતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફરિયાદ ન લેતી હોવાના યુવતી આક્ષેપો કર્યા હતા.25 દિવસ પહેલા યુવકે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીએ આક્ષેપ કર્યો કે જયરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા સાથે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવી હતી. તે યુવકે ન માત્ર યુવતી પર બળાત્કાર કર્યો પરંતુ તેના મિત્રોને પણ શારીરિક સંબંધો બાંધવા માટે બળજબરી કરી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ નહી થતા યુવતીએ આપઘાત કરવા મજબુર બની હતી.





