SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે તકેદારી રાખવા, દવા છંટકાવ કરવા કલેક્ટરની સૂચના

તા.18/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે તકેદારી રાખવા, દવા છંટકાવ કરવા કલેક્ટરની સૂચના, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ઉપસ્થિત લોક પ્રતિનિધિઓ અને મહાનુભાવો દ્વારા લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા બેઠક દરમિયાન ધારાસભ્ય પી. કે. પરમાર દ્વારા પીજીવીસીએલને લગતી કામગીરી જેવી કે હાઈવે માટે વીજપોલ ખસેડવા, વીજ લોડ વધારવા, પાટડી નગરપાલિકામાં નર્મદાના શુદ્ધ પાણી માટે ટ્રાન્સફોર્મર મૂકવા તથા નર્મદા કેનાલને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા જ્યારે ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ દ્વારા ‘સૌની યોજના’ લિંક-૩ મારફતે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી પહોંચાડવાના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી આ તમામ પ્રશ્નોના સંદર્ભમાં કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને હકારાત્મક અભિગમ અપનાવી ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતાં જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને સમયમર્યાદામાં થવો જોઈએ તેમણે અધિકારીઓને સરકારી કામગીરી સમયસર પૂર્ણ કરવા અને તેના કારણે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન ભોગવવી પડે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ચોમાસું ખેંચાવાના કારણે જિલ્લામાં જ્યાં ઓછો વરસાદ છે ત્યાં પ્રિ-મોન્સૂનની બાકી કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે પૂરતી તકેદારી રાખવા, કાચા ઘરોમાં દવા છંટકાવની કામગીરી વધુ સઘન બનાવવા અને રોગચાળા સામે તમામ પ્રિવેન્ટિવ એક્શન લેવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવા માટે બેઠકમાં નિવૃત્ત કર્મચારીઓના બાકી પેન્શન કેસ, ખાનગી અહેવાલો, સરકારી લેણાની વસૂલાત, સાંસદ- ધારાસભ્યઓના પત્રોનો સમયસર નિકાલ, તકેદારી આયોગની અરજીઓ, આર.ટી.આઈ. (RTI) ના જવાબો અને એ.જી. ઓડિટના બાકી પેરા સહિતના મહત્વના વહીવટી મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ,જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર વી. ડી. સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ દવે, પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર સહિત સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!