સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો અને પેટ્રોલ પંપ સહિત ૬૨૬ સ્થળોએ સઘન તપાસ; નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૦ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી

તા.19/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો અને પેટ્રોલ પંપ સહિત ૬૨૬ સ્થળોએ સઘન તપાસ; નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૦ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વાજબી ભાવની દુકાનોની સ્થિતિ, સી.બી.ડી.સી. (CBDC)ની કામગીરી તેમજ અનાજ વિતરણ વ્યવસ્થા સહિતના વિવિધ લોકઉપયોગી મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા જી. એચ. સોલંકીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અનાજનો પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી સી. બી. ડી. સી. (CBDC) સંબંધિત ડિજિટલ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે ખાસ સૂચના આપી હતી જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાનો, CBDCની વિગતો, NFSA હેઠળ e-KYCની પ્રક્રિયા, વિતરણ વ્યવસ્થા, જિલ્લાને મળતો અનાજનો જથ્થો અને તેના વિતરણની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ સાથે જ તેમણે કાનૂની માપ વિજ્ઞાન તંત્ર તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગત માસ દરમિયાન કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીની વિગતો પણ બેઠકમાં પૂરી પાડી હતી હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૫૩૭ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે, જે પૈકી ૪૪ દુકાનો હાલ અન્ય સંચાલકોના ચાર્જમાં છે જિલ્લામાં NFSA હેઠળ ૨,૫૪,૦૨૩ રેશનકાર્ડ અને NON-NFSA હેઠળ ૧,૦૬,૫૯૫ રેશનકાર્ડ નોંધાયેલા છે ગત માસ દરમિયાન કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને ૩૯ પેટ્રોલ પંપ અને ૦૯ ગેસ એજન્સીઓ ખાતે તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત સસ્તા અનાજની ૨૧ દુકાનો તેમજ અન્ય ૫૫૭ વેપારીઓ અને ફેરિયાઓ મળી કુલ ૬૨૬ સ્થળોએ તપાસ કરાઈ હતી જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૦ વેપારીઓ અને સસ્તા અનાજની ૧ દુકાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી હેઠળ ગુના માંડવાળ પેટે રૂ. ૬૩,૦૦૦ તેમજ ચકાસણી અને મુદ્રણ ફી પેટે રૂ. ૭,૦૪,૪૦૫ ની વસૂલાત કરવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પ્રજાના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે ગત માસમાં ખાદ્ય પદાર્થોના ૩૨ કાયદેસરના નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા હતા અગાઉ લેવાયેલા ૮૭ જેટલા ખાદ્ય નમૂનાઓની ચકાસણી કરતાં તેમાંથી ૦૩ નમૂના અપ્રમાણસર માલૂમ પડ્યા હતા ફૂડ સેફ્ટીની કામગીરી અંતર્ગત ૮૫ જેટલા ઇન્ફોર્મલ નમૂના પણ લેવાયા હતાં આ સમયગાળા દરમિયાન વેપારીઓની સુવિધા માટે ૧૫૫ જેટલા નવા ખાદ્ય રજિસ્ટ્રેશન અને લાયસન્સ પરવાના ઇસ્યુ કરવામાં આવ્યા છે આ ઉપરાંત તંત્ર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ- ફરસાણની દુકાનો, પાણીની લારીઓ અને અનાજ- કરિયાણાની પેઢીઓ સહિત કુલ ૭૫ સ્થળોની મુલાકાત લઈને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી આ સમીક્ષા બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી.કે. પરમાર, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક અને નિવાસી અધિક કલેક્ટર વી.ડી. સાકરીયા તેમજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




