SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢ પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલ- ચોરાયેલા મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો.

તા.03/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલ અંતર્ગત સામાન્ય નાગરિકો તેમજ પોલીસ વિભાગ દ્વારા ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ ડિવાઇસને લોક-અનલોક તેમજ ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે શ્રી નિલીપ્ત રોય સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ દ્વારા આ પોર્ટલનો સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે આ અનુસંધાને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પ્રમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એસ. ભદોરીયા સાહેબ, ચોટીલા વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે પીઆઇ વી.યુ. ગડરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.હે.કો બિંદુબા પૃથ્વીરાજસિંહ ઝાલાનાઓ દ્વારા ગુમ/ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ ફોનની સમયસર CEIR મોડ્યુલમાં એન્ટ્રી કરી, ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ હાથ ધરવામાં આવતા અરજદાર સાવનભાઈ ભીમજીભાઈ, રાજેશભાઈ અલગોતર, શૈલેષભાઈ છનાભાઈ, દેવેન્દ્રસિંહ અલગોતર, પ્રકાશભાઈ વશરામભાઈ માઘડ, કાળુભાઈ કમલુભાઈ સિંઘાલીયા જેઓના તપાસના અંતે વિવિધ કંપનીના તથા અલગ- અલગ કિંમતો ધરાવતા કુલ મોબાઇલ નંગ ૦૬ જેની અંદાજીત કિં.રૂ. ૯૫,૫૦૦ થાય છે તે સફળતાપૂર્વક રીકવર કરવામાં આવ્યા હતા રીકવર થયેલ મોબાઇલ ફોન સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત પરત આપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!