સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાની સાથે જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી ઝાપટાં
લખતરમાં સૌથી વધુ ૪૦ મી.મી. અને ચુડામાં ૩૯ મી.મી. વરસાદ: જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૯.૫ મી.મી. નોંધાયો

તા.02/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

લખતરમાં સૌથી વધુ ૪૦ મી.મી. અને ચુડામાં ૩૯ મી.મી. વરસાદ: જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૯.૫ મી.મી. નોંધાયો, સુરેન્દ્રનગર જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, તારીખ ૦૧/૦૬/૨૦૨૬ના રોજ જિલ્લામાં વાવાઝોડા સાથે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં મોડી રાત્રે અને વહેલી સવારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૯.૫ મી.મી. નોંધાયો છે તાલુકાવાર વરસાદની વિગતો જોઈએ તો, જિલ્લામાં સૌથી વધુ વરસાદ લખતર તાલુકામાં ૪૦ મી.મી. નોંધાયો છે જ્યાં રાત્રે ૨ થી ૪ વાગ્યાના ગાળામાં જ આ બધો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ ચુડા તાલુકામાં કુલ ૩૯ મી.મી. વરસાદ નોંધાયો છે જેમાં રાત્રે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન ૨૦ મી.મી. ૨ થી ૪ વાગ્યા દરમિયાન ૧૫ મી.મી. અને સવારે ૪ થી ૬ વાગ્યા વચ્ચે ૪ મી.મી. વરસાદનો સમાવેશ થાય છે દસાડા તાલુકામાં પણ રાત્રે ૨ થી ૪ વાગ્યાના સમયગાળામાં ૨૯ મી.મી. વરસાદ નોંધાયો છે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે જેમાં લીંબડી તાલુકામાં કુલ ૨૩ મી.મી. વરસાદ નોંધાયો છે જેમાં રાત્રે ૧૨ થી ૨ દરમિયાન ૧૭ મી.મી. અને વહેલી સવારે ૪ થી ૬ દરમિયાન ૬ મી.મી. નોંધાયો હતો આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં ૨૦ મી.મી., વઢવાણ તાલુકામાં ૧૮ મી.મી., મૂળી તાલુકામાં ૧૧ મી.મી. અને સાયલા તાલુકામાં ૮ મી.મી. વરસાદ નોંધાયો છે જે તમામ તાલુકાઓમાં રાત્રે ૨ થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન પડ્યો હતો જ્યારે જિલ્લાના બાકીના વિસ્તારોમાં પ્રમાણમાં ઓછો વરસાદ રહ્યો છે જેમાં થાનગઢ તાલુકામાં ૫ મી.મી. અને ચોટીલા તાલુકામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે. આ બંને તાલુકાઓમાં પણ રાત્રિના ૨ થી ૪ વાગ્યા દરમિયાન જ વરસાદી ઝાપટાં પડ્યા હતા.


