SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

લોકશાહીના પર્વને ઉજવવા સુરેન્દ્રનગર સજ્જ: સંકલ્પ વિદ્યાલયમાં યોજાયા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો

વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા દ્વારા 'મતદાનનું મહત્વ' સમજાવ્યું; 'ચુનાવ પાઠશાલા' દ્વારા લોકશાહી પ્રક્રિયાનું જીવંત માર્ગદર્શન અપાયું

તા.16/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા દ્વારા ‘મતદાનનું મહત્વ’ સમજાવ્યું; ‘ચુનાવ પાઠશાલા’ દ્વારા લોકશાહી પ્રક્રિયાનું જીવંત માર્ગદર્શન અપાયું, સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો વેગવંતા બન્યા છે આ અભિયાનના ભાગરૂપે સંકલ્પ વિદ્યાલય ખાતે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત સંકલ્પ વિદ્યાલયમાં ‘મતદાન જાગૃતિ’ વિષય પર એક વિશેષ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લઈ ‘મતદાનનું મહત્વ’ વિષય પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ લેખન દ્વારા એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે લોકશાહીની મજબૂતી માટે દરેક નાગરિકનો મત કિંમતી છે વધુમાં વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીના મૂલ્યોથી માહિતગાર કરવા માટે ‘ચુનાવ પાઠશાલા’નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પાઠશાલા અંતર્ગત વિદ્યાર્થીઓને લોકશાહીના પર્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને, શાળામાં એક નમૂનાનું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે થાય છે અને લોકશાહીમાં તેની શું ભૂમિકા છે તે વિશે પ્રાયોગિક અને વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!