૨ જી ઓક્ટોબર એ આણંદ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાશે
૨ જી ઓક્ટોબર એ આણંદ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાશે
તાહિર મેમણ -આણંદ – 01/10/2024-સવારના ૮-૦૦ કલાકે બોરસદ ચોકડી થી જીટોડીયા રોડ ઉપર મહા શ્રમદાન કાર્યક્રમ યોજાશે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તા. ૨ જી ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે.આ કાર્યક્રમ અન્વયે આણંદ જિલ્લામાં યોજાનાર સ્વચ્છ ભારત દિવસની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે.
સ્વચ્છ ભારત દિવસની ઉજવણી નો કાર્યક્રમ આજે તા. ૨ જી ઓક્ટોબર ના રોજ સવારે ૮-૦૦ કલાકે બોરસદ ચોકડી થી જીટોડીયા રોડ ઉપર મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાશે, જેમાં શ્રી રમણભાઈ સોલંકી સહભાગી બનશે.આ કાર્યક્રમ બાદ સવારના ૯-૧૫ કલાકે જિલ્લા પંચાયત, આણંદ ખાતેના મહીસાગર હોલમાં સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ યોજાશે. જેમાં સ્વચ્છ ભારત મિશન -ગ્રામીણ અને સ્વચ્છ ભારત મિશન -શહેરી અંતર્ગત એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના અંતે સ્વચ્છ ભારત મિશન -ગ્રામીણ અંતર્ગત ઇ રીક્ષા ફ્લેગ ઓફ કરવામાં આવશે અને જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.