DASADASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

પાટડી પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ, લોકપ્રશ્નોના નિકાલ અને ચોમાસાની તૈયારીઓ પર ભાર

જનસેવા કેન્દ્રની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અને ડિજિટલ સુવિધાઓનો વ્યાપ વધારવા સૂચના

તા.07/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જનસેવા કેન્દ્રની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અને ડિજિટલ સુવિધાઓનો વ્યાપ વધારવા સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓ અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ અત્યંત સંવેદનશીલતા અને તકેદારી સાથે પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી વધુમાં જનસેવા કેન્દ્રમાં અરજદારોને પડતી મુશ્કેલીઓ નિવારવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો નાગરિકોને દાખલા અને પ્રમાણપત્રો તાત્કાલિક મળી રહે તેમજ તેઓ ‘સુગમ ડિજિટલ’ માધ્યમ દ્વારા ઘરે બેઠા સરકારી સુવિધાઓનો લાભ મેળવી શકે તે દિશામાં સઘન પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું બેઠક બાદ જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને રૂબરૂ મળીને તેમના પ્રશ્નો રસપૂર્વક સાંભળ્યા હતા સાથે જ તેમણે નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરના દફતરની આકસ્મિક તપાસ કરી વહીવટી કામગીરીને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!